રેકોર્ડઃ 101 દિવસ સારવાર બાદ ભરતસિંહ સોલંકીને હૉસ્પિટલમાંથી આજે રજા મળી

અટલ સમાચાર, ડેસ્ક કૉંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ કોરોનાને મ્હાત આપી દીધી છે. 101 દિવસ સુધી હૉસ્પિટલ ખાતે તેમની સારવાર ચાલી હતી. આજે તેમને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ પ્રસંગે તેઓએ ડૉક્ટર્સ અને હૉસ્પિટલના સ્ટાફનો આભાર માન્યો હતો. સાથે જ કહ્યું હતું કે, તેમને આ નવું જીવન મળ્યું છે. આ ઉપરાંત
 
રેકોર્ડઃ 101 દિવસ સારવાર બાદ ભરતસિંહ સોલંકીને હૉસ્પિટલમાંથી આજે રજા મળી

અટલ સમાચાર, ડેસ્ક

કૉંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ કોરોનાને મ્હાત આપી દીધી છે. 101 દિવસ સુધી હૉસ્પિટલ ખાતે તેમની સારવાર ચાલી હતી. આજે તેમને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ પ્રસંગે તેઓએ ડૉક્ટર્સ અને હૉસ્પિટલના સ્ટાફનો આભાર માન્યો હતો. સાથે જ કહ્યું હતું કે, તેમને આ નવું જીવન મળ્યું છે. આ ઉપરાંત તેમણે લોકોને માસ્ક પહેરવાની તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવાની અપીલ પણ કરી છે. ભરતસિંહે લોકોને ટકોર કરતા કહ્યું છે કે, કોરોના કોઈને પૂછીને નથી આવતો. આ માટે તકેદારી જરૂરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

શરૂઆતમાં તેઓને વડોદરા ખાતે સારવાર આપવામાં આવી હતી. જોકે, તેમની તબિયતમાં સુધારો ન થતાં તેઓને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. કોરોના ઉપરાંત ભરતસિંહ સોલંકીને હાઈ બ્લડપ્રેશર, કીડની અને દમની સમસ્યા હતી. ભરતસિંહ 24 જૂનના રોજ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જે બાદમાં તેઓને વડોદરાના માંજલપુર બેન્કર્સ સુપર સ્પેશિયલાટી હૉસ્પિટક ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદમાં તેઓને સાતમી જુલાઈના રોજ અમદાવાદની CIMS હૉસ્પિટલ ખાતે ખેસેડવામાં આવ્યા હતા. અહીં તેમની સતત સારવાર ચાલી હતી. આ દરમિયાન તેઓ સતત 51 દિવસ સુધી વેન્ટિલેટર પર રહ્યા હતા.