રેકોર્ડ@દેશઃ છેલ્લા 24 કલાકમાં 22,771 કેસ, 442ના મોત, કુલ દર્દી 6.48 લાખ

અટલ સમાચાર, ડેસ્ક દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન એક દિવસમાં અત્યાર સુધી સૌથી વધારે 22,771 કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના અત્યાર સુધીના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 6,48,315 પર પહોંચી છે. જેમાંથી સક્રિય કેસની સંખ્યા 2,35,433 છે. જ્યારે 3,94,226 લોકો સાજા થયા છે. કોરોનાને કારણે દેશમાં અત્યાર સુધી 18,655 લોકોનાં મોત થયા છે.
 
રેકોર્ડ@દેશઃ છેલ્લા 24 કલાકમાં 22,771 કેસ, 442ના મોત, કુલ દર્દી 6.48 લાખ

અટલ સમાચાર, ડેસ્ક

દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન એક દિવસમાં અત્યાર સુધી સૌથી વધારે 22,771 કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના અત્યાર સુધીના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 6,48,315 પર પહોંચી છે. જેમાંથી સક્રિય કેસની સંખ્યા 2,35,433 છે. જ્યારે 3,94,226 લોકો સાજા થયા છે. કોરોનાને કારણે દેશમાં અત્યાર સુધી 18,655 લોકોનાં મોત થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહારાષ્ટ્રમાં કોરોના ચેપના 6,364 નવા કેસ સામે આવ્યા છે, જે એક દિવસમાં નોંધાયેલા સૌથી વધારે કેસ છે. આ સાથે જ રાજ્યમાં કોરોના પોઝિટિવ કુલ કેસની સંખ્યા 1,92,990 પર પહોંચી છે. મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે 198 લોકોનાં મોત થયા છે. આ સાથે જ કુલ મૃતકોની સંખ્યા 8,376 પર પહોંચી છે.

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે દેશમાં 442 લોકોનાં મોત થયા છે. આ સાથે જ બે રાજ્યમાં કોરોના વાયરસના કેસ એક લાખને પાર થઈ ગયા છે. જ્યારે દિલ્હીમાં એક બે દિવસમાં જ કોરોનાને કુલ પોઝિટિવ કેસની સંખ્યા એક લાખને પાર થઈ જશે. મહારાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1,92,990 છે. જ્યારે તામિલનાડુમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1,02,721 છે. જ્યારે દિલ્હીમાં આ સંખ્યા 94,695 પર પહોંચી છે.