રેકોર્ડ@દેશઃ એક જ દિવસમા 24,879 કેસ, 487ના મોત, કુલ 7.67 લાખ દર્દી

અટલ સમાચાર, ડેસ્ક કોરોના વાયરસના સંક્રમણનો ભરડો દેશમાં દિવસે ને દિવસે વધુ પ્રબળ થઈ રહ્યો છે અને આજે નવા કેસો નોંધાવાના મામલે અગાઉના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. ભારતમાં એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 24879 કોરોના વાયરસથી સંક્રમિત કેસો સામે આવ્યા છે. ગુરુવારે જાહેર થયેલા આંકડા મુજબ, છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના કારણે 487 દર્દીઓએ જીવ
 
રેકોર્ડ@દેશઃ એક જ દિવસમા 24,879 કેસ, 487ના મોત, કુલ 7.67 લાખ દર્દી

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસના સંક્રમણનો ભરડો દેશમાં દિવસે ને દિવસે વધુ પ્રબળ થઈ રહ્યો છે અને આજે નવા કેસો નોંધાવાના મામલે અગાઉના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. ભારતમાં એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 24879 કોરોના વાયરસથી સંક્રમિત કેસો સામે આવ્યા છે. ગુરુવારે જાહેર થયેલા આંકડા મુજબ, છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના કારણે 487 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના 7 લાખ 67 હજાર 296 કન્ફર્મ કેસ નોંધાયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સ્વાસ્થ્ય મંત્રાલયએ જાહેર કરેલા આંકડા મુજબ, કોરોના વાયરસના હવે 2 લાખ 69 હજાર 789 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી દેશભરમાં 21129 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. બીજી તરફ, 4 લાખ 76 હજાર 378 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. બીજી બાજુ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ દેશમાં કોવિડ ટેસ્ટિંગના કુલ આંકડા જાહેર કર્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,07,40,832 સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. 7 જુલાઈએ 2,67,061 સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં અનલૉક 2.0ની અમર્યાદિત છૂટછાટ વચ્ચે કોરોના વાયરસના નવા 783 કેસ નોંધાયા છે, જ્યારે 16 દર્દીનાં નિધન થયા છે. રાજ્યમાં કોરોના વાયરસને મ્હાત આપીને 24 કલાકમાં 569 દર્દીઓ ઘરે પરત ફર્યા છે. સુરતમાં સ્થિતિ વણસી છે, સતત શહેર જિલ્લામાં 250 કરતાં વધુ કેસ આવી રહ્યા છે ત્યારે આજે ફરી એક વાર સુરત પાલિકાની હદમાં 215 અને જિલ્લામાં 58 કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 38, 419 પર પહોંચ્યો છે.