રેકોર્ડ@ગુજરાતઃ એક જ દિવસમાં 624 કેસ, 19ના મોત, કુલ 31,397

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમાં દરરોજ નવા કેસનો રેકોર્ડ બની રહ્યો છે. રાજ્યભરમાં છેલ્લા 24 કલાકમાં નવા 624 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન કુલ 19 લોકોના મૃત્યુ થયા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 198, સુરત શહેરમાં 174 કેસ નોંધાયા છે. તો આ દરમિયાન 391 દર્દીઓને સાજા થયા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ કેસોની
 
રેકોર્ડ@ગુજરાતઃ એક જ દિવસમાં 624 કેસ, 19ના મોત, કુલ 31,397

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં દરરોજ નવા કેસનો રેકોર્ડ બની રહ્યો છે. રાજ્યભરમાં છેલ્લા 24 કલાકમાં નવા 624 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન કુલ 19 લોકોના મૃત્યુ થયા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 198, સુરત શહેરમાં 174 કેસ નોંધાયા છે. તો આ દરમિયાન 391 દર્દીઓને સાજા થયા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 31 હજાર 397 પર પહોંચી ગઈ છે. આ દરમિયાન કુલ 1809 લોકોના મૃત્યુ થયા છે. તો સારવાર બાદ 22808 લોકો સાજા પણ થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કુલ 13 લોકોના મૃત્યુ થયા છે. તો સુરત જિલ્લામાં 3, ગાંધીનગર, અરવલ્લી અને ભરૂચમાં એક-એક વ્યક્તિના મૃત્યુ થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી 2 લાખ 38 હજાર 131 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો 2 લાખ 34 હજાર 597 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટીન છે.

અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 20272 કોરોના પોઝિટિવ કેસ થયા છે. સુરતમાં 4242 કેસ, વડોદરામાં 2074 કેસ, ગાંધીનગરમાં 625, રાજકોટમાં 240 કેસ થયા છે. રાજ્યમાં હાલ કોરોનાની વાત કરવામાં આવે તો એક્ટિવ કેસોની સંખ્યા 6780 છે, જેમાં 71 દર્દીઓ વેન્ટીલેટર પર છે. તો અત્યાર સુધી સારવાર બાદ 22808 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો અત્યાર સુધી રાજ્યમાં કોરોનાના લીધે 1809 લોકોના મૃત્યુ થયા છે.