રેકોર્ડ@ગુજરાતઃ એક જ દિવસમા 861 કેસ, 15ના મોત સુરતમા સૌથી વધુ

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના રેકોર્ડ બ્રેક 861 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 15 દર્દીના મોત થયા છે. 24 કલાકમાં સૌથી વધુ સુરત જિલ્લામાં 307 કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યારે કુલ 9528 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 72 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં
 
રેકોર્ડ@ગુજરાતઃ એક જ દિવસમા  861 કેસ, 15ના  મોત સુરતમા સૌથી વધુ

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના રેકોર્ડ બ્રેક 861 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 15 દર્દીના મોત થયા છે. 24 કલાકમાં સૌથી વધુ સુરત જિલ્લામાં 307 કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યારે કુલ 9528 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 72 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 9456 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યાર સુધીમાં 27,742 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 307, અમદાવાદમાં 162, વડોદરામાં 68, ગાંધીનગરમાં 32, વલસાડમાં 28, રાજકોટમાં 20, જૂનાગઢ, ભાવનગર, ભરૂચમાં 19-19, બનાસકાંઠામાં 18, ખેડા-મહેસાણામાં 17-17, નવસારીમાં 16, દાહોદમાં 13, આણંદ, સાબરકાંઠા, જામનગરમાં 11-11, સુરેન્દ્રનગરમાં 10, ગીર સોમનાથમાં 9, અમરેલી, તાપીમાં 8-8, બોટાદમાં 6, પાટણ, કચ્છમાં 5-5, છોટા ઉદેપુર, મોરબી, પંચમહાલમાં 4-4, અને નર્મદા,પોરબંદરમાં 1-1 કેસ નોંધાયો છે.

રાજ્યમાં કોરોનાના કારણે 15 દર્દીના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 5, સુરતમાં 6, જ્યારે અરવલ્લી, પાટણ, બનાસકાંઠા અને ભરૂચમાં 1-1 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 2010 થયો છે. બીજી તરફ અમદાવાદમાં 139, સુરતમાં 124, વડોદરામાં 28, ભરૂચમાં 20, ગાંધીનગરમાં 16, ખેડામાં 14 અને સાબરકાંઠામાં 11 સહિત કુલ 429 દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે.