ભરતીઃ ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા કુલ 17 પદો માટે 869 જગ્યા માટે આવેદન મંગાવાયા

અટલ સમાચાર,ડેસ્ક ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા સચિવાલયના વિવિધ વિભાગોના નિયંત્રણ હેઠળના ખાતાના વડાઓ હસ્તક જુદા જુદા તાંત્રિક બિનતાંત્રિક સંવર્ગોની 869 જગ્યાઓ માટે ઉમેદવારોની ર્સ્પધાત્મક પરીક્ષા યોજીને પસંદગી પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાતમાં કુલ 17 પદો માટે 869 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા
 
ભરતીઃ ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા કુલ 17 પદો માટે 869 જગ્યા માટે આવેદન મંગાવાયા

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા સચિવાલયના વિવિધ વિભાગોના નિયંત્રણ હેઠળના ખાતાના વડાઓ હસ્તક જુદા જુદા તાંત્રિક બિનતાંત્રિક સંવર્ગોની 869 જગ્યાઓ માટે ઉમેદવારોની ર્સ્પધાત્મક પરીક્ષા યોજીને પસંદગી પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાતમાં કુલ 17 પદો માટે 869 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. તેમાં સૌથી વધુ સિનિયર ક્લાર્કના પદ માટે 431 જગ્યાઓ ભરવામાં આવવાની છે.

અધિક મદદનીશ ઈજનેર (સીવીલ) પદ માટે 106 ભરતીઓ કરવામાં આવવાની છે જ્યારે અધિક મદદનીશ ઈજનેર (વિદ્યુત)ની 11 ભરતી કરવામાં આવશે.

ક્રમ કયા પદ માટે ભરતી? કુલ જગ્યા
1 અધિક મદદનીશ ઈજનરે (વિદ્યુત) 11
2 અધિક મદદનીશ ઈજનેર (સીવિલ) 106
3 એગ્રીકલ્ચર ઓવરશીયર 3
4 સિનીયર ફાર્માસીસ્ટ 20
5 આસીસ્ટન્ટ ફાર્માસીસ્ટ (આયુર્વેદ) 3
6 ગ્રંથપાલ 5
7 ફિજીયોથેરાપીસ્ટ/ટ્યૂમર કમ ફિજિયોથેરાપીસ્ટ 13
8 લેબ. આસિસ્ટન્ટ 116
9 મિકેનીક 7
10 સર્વેયર 25
11 આસિસ્ટન્ટ બાઇન્ડર 30
12 આસિસ્ટન્ટ મશીનમેન 57
13 ઇકોનોમિક ઇન્વેસ્ટીગેટર 4
14 સબ-ઓવરશીયર (પેટા સર્વેક્ષક) 4
15 સહાયક તકનીકી (ટેકનીકલ આસીસ્ટન્ટ) 4
16 હિસાબનીશ/ઓડિટર/પેટા તિજોરી અધિકારી (હિસાબનીશ)/અધિક્ષક 30
17 સિનિયર ક્લાર્ક 431
કુલ જગ્યાઓ 869