ભરતી@સરકારી: પરીક્ષા કે ઇન્ટરવ્યું વગર નોકરીની તક, પોસ્ટમાં 1826 જગ્યા માટે થાઓ તૈયાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ભારતીય પોસ્ટ વિભાગમાં વિવિધ પદો પર માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કોરોનાકાળ વચ્ચે શિક્ષિત બેરોજગારોને અત્યંત ઉપયોગી કહી શકાય તેમ બમ્પર ભરતીનું એલાન થયુ છે. પોસ્ટ વિભાગની વિવિધ જગ્યા માટે પરીક્ષા કે ઇન્ટરવ્યું વિના નોકરીની તક આવી હોઇ મોટી આશા બની છે. જોકે પગાર ધોરણ સામાન્ય હોઇ થોડી
 
ભરતી@સરકારી: પરીક્ષા કે ઇન્ટરવ્યું વગર નોકરીની તક, પોસ્ટમાં 1826 જગ્યા માટે થાઓ તૈયાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભારતીય પોસ્ટ વિભાગમાં વિવિધ પદો પર માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કોરોનાકાળ વચ્ચે શિક્ષિત બેરોજગારોને અત્યંત ઉપયોગી કહી શકાય તેમ બમ્પર ભરતીનું એલાન થયુ છે. પોસ્ટ વિભાગની વિવિધ જગ્યા માટે પરીક્ષા કે ઇન્ટરવ્યું વિના નોકરીની તક આવી હોઇ મોટી આશા બની છે. જોકે પગાર ધોરણ સામાન્ય હોઇ થોડી મુંઝવણ વચ્ચે પોસ્ટ વિભાગની આ સરકારી આકર્ષણનું કેન્દ્ર બની શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોનાકાળ વચ્ચે ભારતીય પોસ્ટ વિભાગે દેશભરમાં ગ્રામીણ ડાક સેવક સહિતના પદ માટે ભરતીની જાહેરાત કરી છે. જેમાં અલગ-અલગ કેટેગરી પ્રમાણે પદોની ફાળવણી કરી હોઇ ગુજરાત રાજ્યમાં પણ મોટી સંખ્યામાં ભરતી કરવા કવાયત હાથ ધરવામાં આવી છે. જેમાં બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, મદદનીશ બ્રાન્ચ પોસ્ટ માસ્તર, ડાક સેવકના સહિતના પદો માટે વગર પરીક્ષાએ ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં એસસી-એસટી કેટેગરીના અરજદારોને કોઇ ફી ભરવાની નથી જ્યારે અન્ય કેટેગરીના ઉમેદવારોને રૂ.100 ફી ભરવાની રહેશે.

ભરતીની પીડીએફ માટે અહીં ક્લિક કરો Gujarat Circle 1826 Gramin Dak Sevak Recruitment 2020 gkexam.in 

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પોસ્ટ વિભાગની આ ભરતીમાં પગાર ધોરણ સરેરાશ 10થી 12 હજાર હોઇ શિક્ષિત બેરોજગારોને કેટલીક મુંઝવણ બની શકે છે. જોકે કોરોનાકાળ વચ્ચે પોસ્ટ વિભાગની આ ભરતી ધોરણ-10માં 70 થી વધુ ટકા મેળવેલ હોય અને હાલ રોજગારીનો ખાસ કોઇ અવસર ન હોય તેવા યુવકોને મોટી રાહત મળી શકે છે. કેમ કે, ભરતી પ્રક્રિયાના વિવિધ પદ માટે પરીક્ષા કે ઇન્ટરવ્યું ન હોઇ અભ્યાસના મેરીટ આધારે પસંદગી થઇ શકે છે. અરજદારોએ તા. 21.12.2020થી તા.20.01.2021 સુધીમાં ફોર્મ ભરવાનું રહેશે. આ માટે ભારતીય પોસ્ટ વિભાગની સત્તાવાર વેબસાઇડ www.indiapost.gov.in પર વધુ વિગતો મળી શકે છે.

ઉમેદવારો માટે અગત્યનું

  1. ઉમેદવારોની ઓછામાં ઓછી ઉંમર 18 અને વધુમાં વધુ ઉંમર 40 હોવી જોઇએ
  2. ઉમેદવારની શૈક્ષણિક લાયકાત ધોરણ-10 પાસ
  3. કોમ્પ્યુટરનું જ્ઞાન આવશ્યક
  4. સ્થાનિક ભાષાના જાણકાર હોવા જોઇએ