ભરતી@ગુજરાત: કોરોના ત્રાસથી સ્ટાફનર્સની જગ્યા વધારી, હવે 2019 જગ્યા ભરાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના વાયરસના કહેર વચ્ચે નર્સિંગ કરેલાં ઉમેદવારો માટે સૌથી મોટા સમચાર સામે આવ્યા છે. જે મુજબ અગાઉ સરકારે સ્ટાફ નર્સની 1008ની ભરતી પાડી હતી. જે બાદમાં રાજ્યમાં વધતાં જતાં કોરોનાના કેસોની સંખ્યાને લઇ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જે મુજબ હવે સ્ટાફ નર્સની જગ્યામાં વધારો કરી હવે કુલ 2019
 
ભરતી@ગુજરાત: કોરોના ત્રાસથી સ્ટાફનર્સની જગ્યા વધારી, હવે 2019 જગ્યા ભરાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના વાયરસના કહેર વચ્ચે નર્સિંગ કરેલાં ઉમેદવારો માટે સૌથી મોટા સમચાર સામે આવ્યા છે. જે મુજબ અગાઉ સરકારે સ્ટાફ નર્સની 1008ની ભરતી પાડી હતી. જે બાદમાં રાજ્યમાં વધતાં જતાં કોરોનાના કેસોની સંખ્યાને લઇ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જે મુજબ હવે સ્ટાફ નર્સની જગ્યામાં વધારો કરી હવે કુલ 2019 સ્ટાફ નર્સની ભરતી કરવાનું નક્કી કરાયુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્ય સરકારે હવે સ્ટાફ નર્સની ભરતીને લઇ સૌથી મોટો નિર્ણય કર્યો છે. જે મુજબ અગાઉ જે 1008 સ્ટાફ નર્સની ભરતી બહાર પડાઇ હતી. જેમાં વધુ 1011 જગ્યાઓ ભરવાનું નક્કી કર્યુ છે. જેથી હવે રાજ્યમાં કુલ 2019 સ્ટાફ નર્સની ભરતી કરવામાં આવશે. આથી રોજગારી ઇચ્છુક એટલે કે અગાઉની ભરતીમાં અરજી કરવાથી રહી ગયેલા ઉમેદવારોને મોટી તક મળી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આ ભરતી માટેની અરજી પણ ઓજસ ઉપર કરવાની રહેશે. જેથી ઉમેદવારોને તા.21-05-2021 થી 27-05-2021 સુધી અરજી કરવાની રહેશે. નવી બહાર પડાયેલી જાહેરાતમાં અનુસુચિત જાતિ માટે 141, અનુસુચિત જનજાતિ માટે 302, સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે 545, આ.ન.વ. માટે 201, દિવ્યાંગ માટે 87 અને જનરલ માટે 830 જગ્યાઓ મંજુર કરાઇ છે.