રેડ@કડીઃ મંદિર સામે જુગાર રમાતો હતો, ત્યાં પોલીસ ત્રાટકી 6ને ઝડપી લીધા

અટલ સમાચાર, મહેસાણા, કડી કડી તાલુકાના છાલેસરા ગામે મંદિરની સામે જ જુગાર રમાઈ રહ્યો હતો. પોલીસને મળેલી બાતમી આધારે રેડ કરી હતી. જેમાં 6 ઈસમો સહિત 13 હજારનો મુદ્દામાલ અંગે ફરિયાદ નોંધાઈ છે. મહેસાણા પોલીસ અધિક્ષક મનિષસિંહ તેમજ નાયબ પોલીસ અધિક્ષક મંજીતા વણઝારાએ જુગાર જેવી બદીઓ અટકાવવા કડી પોલીસ સબ ઈન્સ્પેક્ટર વાય.એચ.રાજપૂત સહિતની ટીમને સૂચના
 
રેડ@કડીઃ મંદિર સામે જુગાર રમાતો હતો, ત્યાં પોલીસ ત્રાટકી 6ને ઝડપી લીધા

અટલ સમાચાર, મહેસાણા, કડી

કડી તાલુકાના છાલેસરા ગામે મંદિરની સામે જ જુગાર રમાઈ રહ્યો હતો. પોલીસને મળેલી બાતમી આધારે રેડ કરી હતી. જેમાં 6 ઈસમો સહિત 13 હજારનો મુદ્દામાલ અંગે ફરિયાદ નોંધાઈ છે.

મહેસાણા પોલીસ અધિક્ષક મનિષસિંહ તેમજ નાયબ પોલીસ અધિક્ષક મંજીતા વણઝારાએ જુગાર જેવી બદીઓ અટકાવવા કડી પોલીસ સબ ઈન્સ્પેક્ટર વાય.એચ.રાજપૂત સહિતની ટીમને સૂચના આપી હતી. પોલીસ અધિકારી સહિતનો સ્ટાફ તાલુકામાં કડક પેટ્રોલીંગમાં ફરજ પર હતો. ત્યારે બાતમી મળી હતી કે છાલેસરા ગામની સીમમાં અંબાજી માતાના મંદિર સામે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ગંજીપાનાનો હારજીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસ ગુનાની જગ્યા પર પહોંચી 6 ઈસમોને ઝડપ્યા હતા. જેમની પાસેથી 13,570 રૂપિયાના મુદ્દામાલ કબજે લીધો હતો. અટકમાં લીધેલા શખસો સામે ગુનો નોંધી પોલીસે કાયદાનુસાર કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપાયેલ જુગારીઓઃ

(૧) પટેલ નરેશકુમાર વિનોદભાઈ રહે. છાલેસરાગામ પટેલ વાસ, તા.કડી

(૨) પટેલ વિષ્ણુભાઈ નટવરભાઈ રહે, છાલેસરા બ્રાહ્મણવાસ તા.કડી

(૩) પટેલ મુકેશભાઈ ગોવિંદભાઈ રહે, છાલેસરા હાલ રહે,કડી શ્રીરામ રેસીડેન્સી નાની કડી તા.કડી

(૪) પટેલ વિજયકુમાર જયંતિભાઈ રહે, છાલેસરા પટેલ વાસ તા.કડી

(૫) પટેલ કલ્પેશકુમાર ગોવિંદભાઈ રહે,પટેલ વાસ છાલેસરાગામ તા.કડી

(૬) ઠાકોર સુરેશજી સોમાજી રહે,શેરથા ખોડીયાર માતાનો મંદિર વાસ તા.જી.ગાંધીનગર