આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લામાં ગેરકાનૂની રેતીની હેરાફેરી પકડવા ખાણ ખનીજની ટીમે રેડ કરી હતી. આજે ગણેશ ચતુર્થીની વહેલી સવારે મોટપ નજીક તપાસ રોયલ્ટી વિના 41 ટન રેતી લઈ જતાં પકડાઈ ગયા હતા. સરેરાશ અડધા કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે.

મહેસાણા જિલ્લા ખાણ ખનીજ એકમ દ્વારા રેતી ચોરી સામે કાર્યવાહી કરવામાં આવી છે. આજે વહેલી સવારે 6 વાગ્યે મહેસાણા તાલુકાના મોટપ ગામ નજીક રેતી વહન કરતા ટ્રકની તપાસ કરી હતી. જેમાં અલગ-અલગ નંબરના બે ડમ્પર કુલ 41 ટન રેતી ગેરકાનૂની રીતે ઉઠાવી જતાં ઝડપાઇ ગયા હતા. તપાસને અંતે ખાણ ખનીજની ટીમે 50 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રેડને પગલે સરેરાશ 4 લાખનો દંડ વસૂલવામાં આવી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લા ખાણ ખનીજના ભૂસ્તરશાસ્ત્રી સુભાષ જોશીને મહેસાણાનો ચાર્જ સોંપાયા બાદ રેતી ચોરી પકડાઈ જવાની ઘટના વધી છે. જેનાથી રેતી ચોરી કરતા ઈસમોમા ફફડાટ વ્યાપી ગયો છે.

20 Sep 2020, 12:09 PM (GMT)

COVID-19 Global Stats

30,974,633 Total Cases
960,834 Death Cases
22,569,709 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code