રેડ@પાટણઃ એસોજી પોલીસની ગાંજા ઉપર સ્ટ્રાઇક, વેપારીઓમાં ફફડાટ

અટલ સમાચાર, પાટણ પાટણ ડીએસપીની સુચનાથી પાટણ એસોજીએ રાધનપુર તાલુકાના ઉંદરા ગામે રેડ કરી પ્રતિબંધિત નશાકારક ગાંજાના વેપારીની ધરપકડ કરી હતી. જેમાં 800 ગ્રામ સુકા ગાંજા અને પાંચ કીલો ગાંજાનો છોડ મળી 65000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો પ્રાપ્ત થતી વિગતો અનુસાર પાટણ એસોજી પોલીસ ગેરકાયદેસર નાર્કોટીક્સના
 
રેડ@પાટણઃ એસોજી પોલીસની ગાંજા ઉપર સ્ટ્રાઇક, વેપારીઓમાં ફફડાટ

અટલ સમાચાર, પાટણ

પાટણ ડીએસપીની સુચનાથી પાટણ એસોજીએ રાધનપુર તાલુકાના ઉંદરા ગામે રેડ કરી પ્રતિબંધિત નશાકારક ગાંજાના વેપારીની ધરપકડ કરી હતી. જેમાં 800 ગ્રામ સુકા ગાંજા અને પાંચ કીલો ગાંજાનો છોડ મળી 65000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પ્રાપ્ત થતી વિગતો અનુસાર પાટણ એસોજી પોલીસ ગેરકાયદેસર નાર્કોટીક્સના ધંધામાં સક્રિય તત્વોને ઝડપી લેવા કામગિરી તેજ કરી દીધી છે. ગાંજાના વેપાર અંગે એસઓજી પીએસઆઇ એચ.એલ.જોષી તેમજ એ.એસ.આઇ લાલસિંહને બાતમી મળી હતી. જેમની સાથે પોલીસ સ્ટાફના વાય.બી બારોટ, પર્વતસિંહ બળદેવસિંહ, જાલુભા, પ્રવિણસિંહ, અબ્બાસ ખાને સરસ્વતીના ઉંદરા ગામે ગાંજાનો વેપાર કરતાં ઠાકોર બાલાજી ખુમાજીને ઝડપી લીધા હતા. તપાસ કરતાં તેમની

પાસારામ કિ. રૂ.8000, ગાંજાના લીલા છોડ 5 કિ. 760 ગ્રામ જેની કિ.રૂ. 57,600 મળી કુલ રૂપિયા 65, 600નો મુદ્દામાલ કબ્ઝે લીધો છે. વધુ તપાસ માટે વાવડોદ પોલીસ મથકે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી કરવામાં આવી છે.