સંબંધ@મોડાસા: સંપર્ક થતાં ઇસમ પાછળ પડ્યો, મહિલાના 2 વાર લગ્ન ભંગ, સમજાવવા જતાં દુષ્કર્મ આચર્યુ

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા મોડાસા તાલુકાના ગામે પરીણિતા સાથે પરિચય કેળવી ઇસમે બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવી છે. ગત દિવસે મહિલાના તેના પતિ સાથે છુટાછેડા થયા બાદ સમાજના ઇસમ સાથે વાતચીતને અંતે પરીચય થયો હતો. જે બાદમાં ઇસમ પરીણિતાને લગ્ન કરવા દબાણ કરતો હોઇ આ દરમ્યાન તેના પહેલાં પતિ સાથે ફરીથી મનમેળ
 
સંબંધ@મોડાસા: સંપર્ક થતાં ઇસમ પાછળ પડ્યો, મહિલાના 2 વાર લગ્ન ભંગ, સમજાવવા જતાં દુષ્કર્મ આચર્યુ

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા

મોડાસા તાલુકાના ગામે પરીણિતા સાથે પરિચય કેળવી ઇસમે બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવી છે. ગત દિવસે મહિલાના તેના પતિ સાથે છુટાછેડા થયા બાદ સમાજના ઇસમ સાથે વાતચીતને અંતે પરીચય થયો હતો. જે બાદમાં ઇસમ પરીણિતાને લગ્ન કરવા દબાણ કરતો હોઇ આ દરમ્યાન તેના પહેલાં પતિ સાથે ફરીથી મનમેળ આવતાં ઇસમ પરીણિતાને ફોન કરતો હતો. જેથી પરીણિતાના પતિએ તેને ઘરમાંથી કાઢી મુક્યા બાદ બીજા લગ્ન કરતાં આ ઇસમ ત્યાં પણ પરીણિતાને હેરાન કરતાં પરીણિતા તેને સમજાવવા તેના ગામ પહોંચી હતી. જ્યાં ઇસમે પોતાની દુકાનમાં મહિલા સાથે બળજબરીથી દુષ્કર્મ આચરી, ગાળાગાળી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં ફરીયાદ નોંધાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના સાકરીયા ગામે પરીણિતા પર બળજબરીથી દુષ્કર્મથી ઘટના સામે આવી છે. વડનગરની પરીણિતાના લગ્ન થયા બાદ તેના પતિ જોડે મનમેળ ન આવતાં છુટાછેડાં થયા હતા. જે બાદમાં સમાજના સંમેલનમાં સાકરીયાના જીગર રમેશભાઇ ભાવસાર સાથે ફોન નંબર પર વાતચીત થતાં પ્રેમસંબંધ બંધાયો હતો. આ દરમ્યાન પહેલાં પતિ જોડે પણ મનમેળ હોઇ પરીણિતા તેના સાથે ગાંધીનગર રહેવા લાગી હતી. જે બાદમાં જીગરને ખબર પડતાં તેના ઘરની આસપાસ આંટાફેરા મારતો હોઇ અન ફોન કરતો હોઇ પતિને શક જતાં પરીણિતાને ઘરમાંથી બહાર કાઢી મુકી હતી.

સંબંધ@મોડાસા: સંપર્ક થતાં ઇસમ પાછળ પડ્યો, મહિલાના 2 વાર લગ્ન ભંગ, સમજાવવા જતાં દુષ્કર્મ આચર્યુ

આ દરમ્યાન પરીણિતાએ ફરી એકવાર બીજા લગ્ન જામનગર ખાતે કર્યા હોઇ ત્યાં રહેતી હોઇ છે. જોકે આરોપી જીગર ત્યાં પણ ફરીયાદી મહિલાને ફોન કરી હેરાન કરતો હોઇ અને તેના બીજા પતિને મેસેજ કરતો હોઇ તેને કાઢી મુકતાં મહિલા એકલી રહેતી હતી. જે બાદમાં 9 જાન્યુઆરી 2021ના રોજ પરીણિતા જીગરને સમજાવવા અને ઠપકો આપવા તેના ગામ સાકરીયા ગઇ હતી. જ્યાં જીગરે પોતાની દુકાનમાં પરીણિતાની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરી ગાળાગાળી કરી હવે પછી મોડાસા બાજુ આવતી નહી, જો આવીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પરણિત મહિલાના બે-બે લગ્નજીવનમાં ઇસમ ભંગાણ કરી હેરાન કરતો હોવાનું સામે આવતાં ચકચાર મચી ગઇ છે. આરોપી જીગરે ફરીયાદી મહિલાને અવાર-નવાર ફોન કરી તેના બંને પતિઓને પણ ફોનમાં મેસેજો કરી હેરાન કર્યા હતા. જેથી બંને અલગ-અલગ સમયે પત્નિને ઘરમાંથી કાઢી મુકી હોઇ પરીણિતા હાલ એકલી રહે છે. જોકે ઇસમને સમજાવવા ગયેલ પરીણિતા સાથે આરોપીએ બળજબરીથી દુષ્કર્મ આચરી ગાળાગાળી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં ફરીયાદ નોંધાઇ છે. મોડાસા રૂરલ પોલીસે ઇસમ સામે આઇપીસી કલમ 376(1), 504, 506(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.