રાહત@બનાસકાંઠા: 45 ગામના તળાવ ભરવા સુજલામ-સુફલામમાં પાણી છોડાયું

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક) કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે બનાસકાંઠાની સુજલામ-સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવ્યા છે. કાંકરેજના ચાંગા પંમ્પિંગ સ્ટેશન પરથી 100 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે બનાસકાંઠા સાંસદ, સ્થાનિક ધારાસભ્ય સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ચાંગા પંમ્પિંગ સ્ટેશનમાંથી છોડવામાં આવેલ પાણી દ્રારા કાંકરેજ, ડીસા અને દાંતીવાડા તાલુકાના 45 ગામના તળાવ ભરવામાં આવશે.
 
રાહત@બનાસકાંઠા: 45 ગામના તળાવ ભરવા સુજલામ-સુફલામમાં પાણી છોડાયું

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક)

કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે બનાસકાંઠાની સુજલામ-સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવ્યા છે. કાંકરેજના ચાંગા પંમ્પિંગ સ્ટેશન પરથી 100 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે બનાસકાંઠા સાંસદ, સ્થાનિક ધારાસભ્ય સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ચાંગા પંમ્પિંગ સ્ટેશનમાંથી છોડવામાં આવેલ પાણી દ્રારા કાંકરેજ, ડીસા અને દાંતીવાડા તાલુકાના 45 ગામના તળાવ ભરવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લામાં આજે સુજલામ સુફલામ કેનાલોમાં પાણી છોડવામાં આવ્યા હતા. જેમાં કાંકરેજ તાલુકાના 23, ડીસા તાલુકાના 20 અને દાંતીવાડા તાલુકાના 2 ગામોના તળાવ ભરવાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ પ્રસંગે સાંસદ પરબતભાઈ પટેલ, સ્થાનિક ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા, અણદાભાઈ પટેલ, ભરતસિંહ ભટેસરિયા અને સુજલામ સુફલમ ચાંગા સંપના એન્જિનિયર અને ટીમ સાથે સોશિયલ ડિસ્ટન્સ રાખી સેનેટાઇઝનો ઉપયોગ કરી તળાવમાં પાણી છોડવામાં આવ્યા હતા.

રાહત@બનાસકાંઠા: 45 ગામના તળાવ ભરવા સુજલામ-સુફલામમાં પાણી છોડાયું

સુત્રોએ જણાવ્યુ હતુ કે, દર વર્ષે ઉનાળામાં પાણીની સમસ્યાનો સામનો ખેડૂતો સહિત લોકોને કરવો પડતો હોય છે. પરંતુ આ વર્ષે બનાસનદીમાં પાણી છોડવામાં આવ્યા બાદ નર્મદાના પાણીની તળાવો ભરવાની શરૂઆત કરતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. નોંધનિય છે કે, દાંતીવાડા ડેમનુ પાણી બનાસનદીમાં છોડતા ખેડૂતોને તેનો લાભ થશે. કાંકરેજ અને થરાદ વિસ્તારમાં પણ પાણીના તળ ઊંડા જતા સ્થાનિક ખેડૂતો અને રાજકીય આગેવાનોએ સરકારમાં રજૂઆત કરી હતી. જે બાદ આજે પાઇપલાઇન દ્વારા નર્મદાના પાણીથી તળાવ ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.