રાહત@દેશઃ ગત 24 કલાકમાં 16,311 કેસ, 161 દર્દીના મોત, કુલ મૃત્યુંઆંક 1,51,160

અટલ સમાચાર, ડેસ્ક ભારતમાં 16 જાન્યુઆરીથી કોરોના વેક્સીનેશન કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે. આ પહેલા 24 કલાકમાં નોંધાતા આંકડામાં રાહતના સમાચાર મળ્યા છે. કોવિડ-19ના કારણે મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા 200થી નીચે નોંધાઈ છે. સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 16,311 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત
 
રાહત@દેશઃ ગત 24 કલાકમાં 16,311 કેસ, 161 દર્દીના મોત, કુલ મૃત્યુંઆંક 1,51,160

અટલ સમાચાર, ડેસ્ક

ભારતમાં 16 જાન્યુઆરીથી કોરોના વેક્સીનેશન કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે. આ પહેલા 24 કલાકમાં નોંધાતા આંકડામાં રાહતના સમાચાર મળ્યા છે. કોવિડ-19ના કારણે મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા 200થી નીચે નોંધાઈ છે. સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 16,311 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 161 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,04,66,595 થઈ ગઈ છે.

નોંધનીય છે કે, દેશમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 92 હજાર 909 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 19,299 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 2,22,526 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,51,160 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દેશમાં કોવિડ-19ની મહામારી સામે લડીને 1 કરોડ 92 હજાર 909 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 19,299 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 2,22,526 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,51,160 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ સોમવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 10 જાન્યુઆરી સુધીમાં ભારતમાં કુલ 18,17,55,831 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, રવિવારના 24 કલાકમાં 6,59,209 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.