રાહતઃ સતત બીજા દિવસે સોના-ચાંદીની કિંમતોમાં થયો આટલાનો ઘટાડો

અટલ સમાચાર, ડેસ્ક અમેરિકન ડોલરમાં આવેલા તેજી તરફી વલણના પગલે સોનાના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. આમ સતત બીજા દિવસે સોના-ચાંદીના ભાવમાં કડાકો બોલાયો હતો. અમદાવાદ બુલિયન માર્કેટમાં સતત બીજા દિવસે એક કિલો ચાંદીના ભાવમાં 1500 રૂપિયા અને 10 ગ્રામ સોનાના ભાવમાં 750 રૂપિયાનો ઘટાડો થયો છે. આમ બે દિવસમાં ચાંદીમાં 5500 રૂપિયા અને સોનાના
 
રાહતઃ સતત બીજા દિવસે સોના-ચાંદીની કિંમતોમાં થયો આટલાનો ઘટાડો

અટલ સમાચાર, ડેસ્ક

અમેરિકન ડોલરમાં આવેલા તેજી તરફી વલણના પગલે સોનાના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. આમ સતત બીજા દિવસે સોના-ચાંદીના ભાવમાં કડાકો બોલાયો હતો. અમદાવાદ બુલિયન માર્કેટમાં સતત બીજા દિવસે એક કિલો ચાંદીના ભાવમાં 1500 રૂપિયા અને 10 ગ્રામ સોનાના ભાવમાં 750 રૂપિયાનો ઘટાડો થયો છે. આમ બે દિવસમાં ચાંદીમાં 5500 રૂપિયા અને સોનાના ભાવમાં 1350 રૂપિયાનો કડાકો બોલાયો હતો.

અમદાવાદ બુલિયન માર્કેટમાં સતત બીજા દિવસે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. આજે બુધવારે એક કિલો ચાંદીના ભાવમાં 1500 રૂપિયાનો ઘટાડો થતાં ચાંદી ચોરસા 58,500 રૂપિયા અને ચાંદી રુપું 58,300 રૂપિયાના સ્તરે રહી હતી. મંગળવારે એક કિલો ચાંદીના ભાવમાં 4000 રૂપિયાનો ઘટાડો થતાં ચાંદી ચોરસા 60,000 રૂપિયા અને ચાંદી રૂંપુનો ભાવ 59,800 રૂપિયાના સ્તરે રહ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ ઉપરાંત અમદાવાદમાં 10 ગ્રામ સોનાના ભાવમાં 750 રૂપિયાનો ઘટાડો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 51,750 અને સોનું તેજાબી (99.5) 51,550 રૂપિયાના સ્તરે રહ્યા છે. આ પહેલા મંગળવારે સોનાના ભાવમાં 600 રૂપિયાનો ઘટાડો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,500 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 52,300 રૂપિયાના સ્તરે રહ્યું હતું. આજે બુધવારે હોલમાર્ક દાગીનાનો ભાવ 390 રૂપિયાનો ઘટાડો થતાં 50,715 રૂપિયાના સ્તરે રહ્યા હતા.

રાહતઃ સતત બીજા દિવસે સોના-ચાંદીની કિંમતોમાં થયો આટલાનો ઘટાડો
જાહેરાત

ગત મહિનાની રેકોર્ડ ઊંચાઈથી સોનાનો ભાવ હજુ પણ લગભગ 6000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નીચે છે. 7 ઓગસ્ટે MCX પર સોનાનો ભાવ 56000 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર પહોંચી ગયો હતો. બીજી તરફ બુલિયન માર્કેટમાં 56200 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર પહોંચ્યો હતો. તે હાલમાં 51 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. તે હિસાબથી 99.9 ટકાવાળા શુદ્ધ સોનાનો ભાવ 5000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી ઓછો થઈ ગયો છે.