રાહત@ગુજરાતઃ એક દિવસમાં કોરોનાના 14 કેસ, 22 દર્દીઓ સાજા થયા

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 14 કેસ નોંધાયા છે. જેની સામે 22 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10082 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં આજની તારીખે રસીના કુલ 6,20,10,101 ડોઝ આપવામાં આવ્યા
 
રાહત@ગુજરાતઃ એક દિવસમાં કોરોનાના 14 કેસ, 22 દર્દીઓ સાજા થયા

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 14 કેસ નોંધાયા છે. જેની સામે 22 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10082 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં આજની તારીખે રસીના કુલ 6,20,10,101 ડોઝ આપવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં 4 ઑક્ટોબરે સાંજના કોરોના બૂલેટિન મુજબ ફક્ત 172 એક્ટિવ કેસ છે આ પૈકીના 03 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 169 દર્દીઓ સ્ટેબલ છે. અત્યારસુધીમાં રાજ્યમાંથી 8,15, 762 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે કુલ 10082 દર્દીનાં મૃત્યુનો આંક યથાવત છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં એક પણ મોત થયું નથી.  રાજ્યમાં આજે 4 ઓક્ટોબરના રોજ રાજ્યમાં સાંજે 4.00 લાગ્યા સુધીમાં 5,65,747 લોકોને રસી આપવામાં આવી છે. આ પૈકીનું સૌથી વધુ રસીકરણ સુરત શહેરમાં 69909 લોકોનું રસીકરણ થયું છે.

આ પૈકી સુરત શહેરમાં 69,909 વ્યક્તિને રસી આપવામાં આવી છે અમદાવાદ 45288, વલસાડમાં 21352, અમદાવાદ 18587, ભરૂચ 17891, આણંદમાં 15469, જૂનાગઢ 23892, કચ્છમાં 18,706, રાજકોટમાં 19559, સુરેન્દ્રનગર 19357, મહેસાણા 19303,