રાહત@ગુજરાતઃ 5 લાખ સુધી આવકનો દાખલો તલાટી આપી શકશે

અટલ સમાચાર, ગાંધીનગર ગુજરાત રાજ્યની પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા પત્ર લખી જાણ કરવામાં આવી છે કે, 5 લાખની મર્યાદા સુધીનું આવકનું પ્રમાણ પત્ર ગ્રામ પંચાયતના તલાટી આપી શકશે. આ નિર્ણયથી ગામડાના લોકોને શહેરીના ધક્કા ખાવામાંથી રાહત મળી રહેશે. જોકે, આ પરિપત્ર અગાઉ એક લાખ સુધીની આવકનું પ્રમાણપત્ર તલાટી-કમ-મંત્રી આપી શકતા
 
રાહત@ગુજરાતઃ 5 લાખ સુધી આવકનો દાખલો તલાટી આપી શકશે

અટલ સમાચાર, ગાંધીનગર

ગુજરાત રાજ્યની પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા પત્ર લખી જાણ કરવામાં આવી છે કે, 5 લાખની મર્યાદા સુધીનું આવકનું પ્રમાણ પત્ર ગ્રામ પંચાયતના તલાટી આપી શકશે. આ નિર્ણયથી ગામડાના લોકોને શહેરીના ધક્કા ખાવામાંથી રાહત મળી રહેશે. જોકે, આ પરિપત્ર અગાઉ એક લાખ સુધીની આવકનું પ્રમાણપત્ર તલાટી-કમ-મંત્રી આપી શકતા હતા.

રાહત@ગુજરાતઃ 5 લાખ સુધી આવકનો દાખલો તલાટી આપી શકશે

રાજ્યમાં આવકના દાખલા કઢાવવા માટે નવા વર્ષના શરૂઆત સમયે તાલુકા એટીવીટી સેન્ટરમાં લાંબી લાંબી લાઈનો જોવા મળતી હતી. જેથી આવકનું પ્રમાણપત્ર માટે આવતા ગામડાઓના લોકોનો ધસારો વધી જતો હતો. જેથી અધિકારીઓથી લઈ કોમ્પ્યુટર ઓપરેટરો તમામ માટે કામોનો ભરાવો થઈ જતો હતો. તો ક્યારેય સર્વર ડાઉન થવાની પરિસ્થિતિ બનતાં ભારે અફરા-તફરી ઉભી થતી હતી. આથી રાજ્ય સરકાર અને રાજ્ય પંચાયત વિભાગને અનેક રજૂઆતો મળી હતી. જેના નિરાકરણ માટે 5 લાખ સુધીની આવક મર્યાદા માટે આવકનો દાખલો ગ્રામ પંચાયતમાં આવતા તલાટી-કમ-મંત્રી દ્વારા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે એક વર્ષ સુધી માન્યતા પ્રાપ્ત રહેશે.

જારી કરાયેલા પત્રની મુખ્ય બાબતોઃ

1. ગ્રામ કક્ષાએ તલાટી-કમ-મંત્રી રૂ.5,00,000ની આવક મર્યાદા સુધી આવકનું પ્રમાણપત્ર આપી શકશે. તથા આવું પ્રમાણપત્ર એક વર્ષ સુધી માન્ય રહેશે.

2. તલાટી-કમ-મંત્રી જે ગામ, જુથ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા હોય તેની અંદર આવતા ગામલોકોને જ આવકનું પ્રમાણપત્ર આપી શકશે.

3. પ્રમાણપત્ર મેળવવા ચેકલીસ્ટ, અરજીનો નમૂનો, કુંટુંબના સભ્યોની વિગત, દૂધ મંડળીના પ્રમુખ-મંત્રીનો અભિપ્રાય, જમીનની વિગતો, અરજદારનો જવાબ અને પંચનામાના નમૂના સાથે સામેલ કરવાના રહેશે.