રાહત@ગુજરાતઃ કોરોનાના કેસમાં સતત ઘટાડો, એક દિવસમાં 346 કેસ, 2 લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 346 કેસ નોંધાયા છે. જેની સામે 602 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે બે દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4384 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 96.89 ટકા છે. રાજયમાં આજે 59,893 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે.
 
રાહત@ગુજરાતઃ કોરોનાના કેસમાં સતત ઘટાડો, એક દિવસમાં 346 કેસ, 2 લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 346 કેસ નોંધાયા છે. જેની સામે 602 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે બે દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4384 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 96.89 ટકા છે. રાજયમાં આજે 59,893 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 1,55,802 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 78, સુરતમાં 50, વડોદરામાં 81, રાજકોટમાં 49, ગાંધીનગર, ભરુચમાં 8-8, આણંદ, સાબરકાંઠામાં 7-7, અમરેલીમાં 6, જામનગર, ખેડામાં 5-5 સહિત કુલ 346 કેસ નોંધાયા છે. 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે બે દર્દીઓના મોત થયા છે. અમદાવાદ અને મહીસાગરમાં 1-1 મોત થયા છે. બીજી તરફ અમદાવાદમાં 179, સુરતમાં 66, વડોદરામાં 115, રાજકોટમાં 82, બોટાદમાં 46, કચ્છમાં 16, આણંદ, જામનગરમાં 10-10, ગાંધીનગરમાં 8 સહિત 602 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

રાજ્યમાં અત્યારે કુલ 3718 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 41 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 3677 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,52,464 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.