રાહત@ગુજરાતઃ આ જીલ્લામાં કોરોનાના એક સાથે 45 દર્દીઓ સાજા થયા

અટલ સમાચાર, ડેસ્ક દેશમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે વડોદરાવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. એક સાથે કોરોના વાયરસના 45 દર્દી સાજા થઈ ગયા છે. આજે આ તમામ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. વડોદરામાં આજે 45 દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. આ તમામ દર્દીઓ ઈબ્રાહીમ બાવાની આઈટીઆઈના કોવિડ સેન્ટરમાં સારવાર લઈ રહ્યા
 
રાહત@ગુજરાતઃ આ જીલ્લામાં કોરોનાના એક સાથે 45 દર્દીઓ સાજા થયા

અટલ સમાચાર, ડેસ્ક

દેશમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે વડોદરાવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. એક સાથે કોરોના વાયરસના 45 દર્દી સાજા થઈ ગયા છે. આજે આ તમામ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. વડોદરામાં આજે 45 દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. આ તમામ દર્દીઓ ઈબ્રાહીમ બાવાની આઈટીઆઈના કોવિડ સેન્ટરમાં સારવાર લઈ રહ્યા હતા. આ 45 કોરોના પોઝીટીવ દર્દીના બે વખત રિપોર્ટ નેગેટિવ આવતા આજે તેમને રજા આપવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં કૂદકેને ભૂસકે વધી રહેલા કોરોનાએ વડોદરામાં રાહતના સમાચાર આપ્યા છે. આજે સવારે 11 કલાકે તમામ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. તેઓને 3 લક્ઝરી બસ દ્વારા નાગરવાળા પહોંચાડવામાં આવશે. સાથે સાથે રસ્તા પર પુષ્પો દ્વારા તેઓનું સ્વાગત પણ કરવામાં આવશે. ઓએસડી વિનોદ રાવે આપેલી માહીતી અનુસાર વડોદરામાં આજે ડિસ્ચાર્જ થનાર 45 દર્દીમાંથી કેટલાક દર્દી પ્લાઝમા ડોનલ બને તે માટે મુસ્લીમ સમાજના તબિબો કાઉન્સેલિંગ કરશે. વડોદરામાં કુલ 206 કોરોના પોઝિટિવ કેસ હતા. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 10 લોકોના મોત થયા છે.