રાહત@ગુજરાતઃ વીજ કંપનીએ દાવો કર્યો કે,વીજ કાપની વાતો માત્ર અફવા છે

અટલ સમાચાર, ડેસ્ક દેશમાં વીજકાપ અંગે અનેક અફવાઓ ફેલાઇ રહી છે. ત્યારે વીજ કંપનીએ આ અંગે ખુલાસો કર્યો છે. મધ્ય ગુજરાત વીજ કંપનીએ દાવો કર્યો છે કે, વીજ કાપની વાતો અફવાઓ છે. વીજ પુરવઠાની સ્થિતિમાં ઘણો સુધારો થયો છે. વીજ સંકટ સર્જાવા શક્યતાઓ નથી.લોકો વીજ સંકટ સર્જાશે તેવી અફવાઓ પર વિશ્વાસ ના કરે. મધ્ય ગુજરાતને
 
રાહત@ગુજરાતઃ વીજ કંપનીએ દાવો કર્યો કે,વીજ કાપની વાતો માત્ર અફવા છે

અટલ સમાચાર, ડેસ્ક

દેશમાં વીજકાપ અંગે અનેક અફવાઓ ફેલાઇ રહી છે. ત્યારે વીજ કંપનીએ આ અંગે ખુલાસો કર્યો છે. મધ્ય ગુજરાત વીજ કંપનીએ દાવો કર્યો છે કે, વીજ કાપની વાતો અફવાઓ છે. વીજ પુરવઠાની સ્થિતિમાં ઘણો સુધારો થયો છે. વીજ સંકટ સર્જાવા શક્યતાઓ નથી.લોકો વીજ સંકટ સર્જાશે તેવી અફવાઓ પર વિશ્વાસ ના કરે.

મધ્ય ગુજરાતને વીજ પુરવઠો પૂરો પાડતી મધ્ય ગુજરાત વીજ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ટી. વાય. ભટ્ટે મીડિયા સાથેની વાતચીતમાં રાહતના સમાચાર આપ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, દસથી પંદર દિવસ પહેલા જે સ્થિતિ હતી તેમાં ઘણો સુધારો આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં વીજ કાપ કરવામાં નથી આવી રહ્યો. માત્ર ખેતીવાડીના જોડાણોમાં દિવસમાં 30-30 મિનિટ એમ બે વખત વીજ કાપ મુકાય છે. આ સ્થિતિ પણ એક-બે દિવસમાં સામાન્ય થઇ જશે. તહેવારોમાં લોકોએ ચિંતા કરવાની જરુર નથી. વીજ પુરવઠાની સ્થિતિ સામાન્ય થઈ રહી છે. સરકાર દ્વારા અન્ય રાજ્યો પાસે અને ખાનગી કંપનીઓ પાસે પણ વીજ માંગ પૂરી કરવા માટે ખરીદી કરવામાં આવી રહી છે.

આ સાથે તેમણે વધુમા જણાવ્યુ કે, મધ્ય ગુજરાત વીજ કંપનીના 34 લાખ ગ્રાહકો છે, જેમાં 2 લાખ ગ્રાહકો ખેતીવાડી માટેના છે. મધ્ય ગુજરાતની રોજની વીજ માંગ 1600 મેગાવોટ છે જે પૂરી થઇ રહી છે. આગામી થોડા જ દિવસમાં સરકારની જનરેશન કંપની જીસેક દ્વારા તમામ 10 પ્લાન્ટ કાર્યરત કરી દેવાશે. હાલમાં પાંચ પ્લાન્ટ ચાલી રહ્યા છે. તમામ પ્લાન્ટ ચાલુ થયા બાદ સ્થિતિમાં હજી વધારે સુધારો આવશે. કોલસાની પણ અછત નથી અને પુરવઠો મળી રહ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ પહેલા આ અગાઉ ગુજરાતમાં કોલસા સંકટ મુદ્દે ઉર્જા મંત્રી કનુ દેસાઇએ મોટો દાવો કર્યો હતો. કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ચાલી રહેલી કોલસાની સમસ્યા ગણતરીના દિવસોમાં પૂરતી જ છે. આગામી ટૂંક સમયમાં તે સમસ્યા પણ પૂરી થઈ જશે. જોકે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં જ્યાં વીજ પુરવઠાની જરૂરિયાત છે તેવા વિસ્તારોમાં ખેડૂતો માટે રાત્રે પણ વીજ પૂરવઠો આપવા માટે સરકાર પ્લાનિંગ કરી રહી છે. તેમનુ કહેવુ હતુ કે, ઉદ્યોગો માટે પણ વીજ કાપ મુકાય તેવી સ્થિતિ નથી. ઉદ્યોગોને સતત વીજ પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે.