રાહત@ખેડબ્રહ્મા: આકરી ગરમી વચ્ચે વરસાદ, હાથતાળી આપી પરત

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) ખેડબ્રહ્મા શહેરમાં આકરી ગરમી બાદ શુક્રવારે વરસાદ આવતા ગરમીથી ઘડીભર રાહત મળી હતી. જોકે, ખેંચ હોવાથી ધોધમાર વરસાદ નહી પડતા ખેડુતો અને નાગરીકોને મેહુલિયાએ હાથતાળી આપી છે. ચોમાસું શરૂ થયાને એક મહિનાથી પણ વધુ સમય વિતી ગયા છતાં પંથકમાં અપુરતો વરસાદ ચિંતાજનક બન્યો છે. ઘડીભરના વરસાદને પગલે વાવેતર વિસ્તારની જમીન
 
રાહત@ખેડબ્રહ્મા: આકરી ગરમી વચ્ચે વરસાદ, હાથતાળી આપી પરત

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

ખેડબ્રહ્મા શહેરમાં આકરી ગરમી બાદ શુક્રવારે વરસાદ આવતા ગરમીથી ઘડીભર રાહત મળી હતી. જોકે, ખેંચ હોવાથી ધોધમાર વરસાદ નહી પડતા ખેડુતો અને નાગરીકોને મેહુલિયાએ હાથતાળી આપી છે. ચોમાસું શરૂ થયાને એક મહિનાથી પણ વધુ સમય વિતી ગયા છતાં પંથકમાં અપુરતો વરસાદ ચિંતાજનક બન્યો છે. ઘડીભરના વરસાદને પગલે વાવેતર વિસ્તારની જમીન ભીની થઇ છે.

રાહત@ખેડબ્રહ્મા: આકરી ગરમી વચ્ચે વરસાદ, હાથતાળી આપી પરત
જાહેરાત

ખેડબ્રહ્મા પંથકમાં ખેડુતોએ વાવણી કરી દીધા બાદ છેલ્લા ર૦ દીવસથી વરસાદ ન આવતા મુંઝવણ વધી રહી છે. જોકે શુક્રવારે અચાનક બપોર બાદ વાતાવરણ પલટાતા વરસાદનું આગમન થયુ હતુ. ખેડબ્રહ્મા શહેર સહિતના વિસ્તારોમાં ભારે ગરમી વચ્ચે મેધમહેર જોવા મળી હતી. આ દરમ્યાન ઉકળાટને પગલે વરસાદમાં નાના બાળકો ન્હાવા માટે ઝુમી ઉઠયા હતા.