રાહત@મહેસાણા: આજે રેકોર્ડબ્રેક 414 કોરોના દર્દી સાજા થયા, નવા 371 લોકો સંક્રમિત

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા મહેસાણા જીલ્લા માટે લાંબા સમય બાદ થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. આજે મહેસાણા જીલ્લામાં એકસાથે રેકોર્ડબ્રેક 414 કોરોનાના દર્દી સાજા થયા છે. આ સાથે જીલ્લામાં આજે નવા 371 લોકો સંક્રમિત બન્યા છે. જેમાં સૌથી વધુ 212 કેસ ગ્રામ્ય વિસ્તારોમાં આવ્યાં હોઇ સંબંધિત મહોલ્લાંઓમાં સેનેટાઇઝેશનની કવાયત હાથ ધરી છે. આ
 
રાહત@મહેસાણા: આજે રેકોર્ડબ્રેક 414 કોરોના દર્દી સાજા થયા, નવા 371 લોકો સંક્રમિત

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

મહેસાણા જીલ્લા માટે લાંબા સમય બાદ થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. આજે મહેસાણા જીલ્લામાં એકસાથે રેકોર્ડબ્રેક 414 કોરોનાના દર્દી સાજા થયા છે. આ સાથે જીલ્લામાં આજે નવા 371 લોકો સંક્રમિત બન્યા છે. જેમાં સૌથી વધુ 212 કેસ ગ્રામ્ય વિસ્તારોમાં આવ્યાં હોઇ સંબંધિત મહોલ્લાંઓમાં સેનેટાઇઝેશનની કવાયત હાથ ધરી છે. આ સાથે મહેસાણા જીલ્લાના શહેરી વિસ્તારોમાં આજે 159 કેસ નોંધાયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લામાં આજે અગાઉ કોરોનાગ્રસ્ત જાહેર થયેલા 414 દર્દી સાજા થતાં રાહતના સમાચાર સામે આવ્યા છે. મહેસાણા જીલ્લામાં આજે નોંધાયેલા કેસો પૈકી બેચરાજીમાં 20 કેસ, જોટાણામાં 3 કેસ, કડી શહેર અને તાલુકામાં મળી 47 કેસ, ખેરાલુ શહેર અને તાલુકામાં મળી 7 કેસ મહેસાણા શહેર અને તાલુકામાં મળી 84 કેસ નોંધાયા છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આજે સતલાસણામાં 7 કેસ, ઊંઝા શહેર અને તાલુકામાં મળી 27 કેસ, વડનગર શહેર અને તાલુકામાં 25, વિજાપુર શહેર અને તાલુકામાં 69 અને વિસનગર શહેર અને તાલુકામાં 82 કેસ નોંધાયા છે. આજે મહેસાણા જીલ્લામાં પોઝિટીવ કેસોની સામે સાજા થનારા લોકોની સંખ્યા વધુ હોઇ જીલ્લાવાસીઓ માટે રાહતના સમાચાર કહી શકાય છે. મહેસાણામાં હાલની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 4882 પહોંચી છે.