રાહત@મહેસાણા: બર્ડ ફ્લુના કહેર વચ્ચે સુર્યમંદીર ખાતે મળેલા 4 મૃત કાગડાઓના સેમ્પલ નેગેટીવ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા કોરોનાકાળ વચ્ચે ગત દિવસોએ મોઢેરા સુર્યમંદીર ખાતેથી મૃત હાલતમાં 4 કાગડાઓ મળી આવ્યા હતા. આ તરફ દેશભરમાં બર્ડ ફ્લુની દહેશત વચ્ચે આરોગ્ય તંત્ર દ્રારા મૃત કાગડાઓના રીપોર્ટ માટે સેમ્પલ ભોપાલ મોકલવામાં આવ્યા હતા. જેનો આજે રીપોર્ટ નેગેટીવ આવતાં તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. આ સાથે આગામી સમયમાં પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા
 
રાહત@મહેસાણા: બર્ડ ફ્લુના કહેર વચ્ચે સુર્યમંદીર ખાતે મળેલા 4 મૃત કાગડાઓના સેમ્પલ નેગેટીવ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

કોરોનાકાળ વચ્ચે ગત દિવસોએ મોઢેરા સુર્યમંદીર ખાતેથી મૃત હાલતમાં 4 કાગડાઓ મળી આવ્યા હતા. આ તરફ દેશભરમાં બર્ડ ફ્લુની દહેશત વચ્ચે આરોગ્ય તંત્ર દ્રારા મૃત કાગડાઓના રીપોર્ટ માટે સેમ્પલ ભોપાલ મોકલવામાં આવ્યા હતા. જેનો આજે રીપોર્ટ નેગેટીવ આવતાં તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. આ સાથે આગામી સમયમાં પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એકશન પ્લાન તૈયાર કરી દેવામાં આવેલ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના મોઢેરા સુર્યમંદીર ખાતે 7 જાન્યુઆરીના રોજ 4 કાગડાઓના મૃતદેહ મળ્યા હતા. જેને લઇ આરોગ્ય તંત્ર દ્રારા પરીક્ષણ માટે સેમ્પલ ભોપાલ મોકલવામાં આવ્યા હતા. જોકે આજે તેનું પરિણામ નેગેટીવ આવતાં આરોગ્ય તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. મહેસાણા જિલ્લામાં બર્ડ ફ્લુ માટે આજદિન સુધી ધનિષ્ટ સર્વેલન્સની કામગીરી થઇ રહી છે. બર્ડ ફ્લુ તકેદારીના ભાગરૂપે મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. જિલ્લામાં પશુપાલન વિભાગ અને વનવિભાગ દ્વારા સર્તકતાથી કામ થઇ રહ્યું છે.