રાહત@મહેસાણા: અચાનક રીકવરી રેટ વધ્યો, આજે 53 દર્દી સાજા થયા, નવા 17 કેસ

અટલ સમાચાર, મહેસાણા કોરોના વાયરસના વધતાં સંક્રમણની વચ્ચે મહેસાણા જીલ્લામાં છેલ્લા બે દિવસથી રીકવરી રેટમાં વધારો થતાં થોડી રાહત મળી છે. આજે જીલ્લામાં નવા 53 કોરોનાગ્રસ્ત દર્દી સારવાર દરમ્યાન સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે આજે જીલ્લામાં નવા 17 દર્દી પોઝિટીવ આવતાં તેમને આઇસોલેશન વોર્ડમાં મોકલવા અને સંબંધિત વિસ્તારોમાં સેનેટાઇઝેશનની કવાયત
 
રાહત@મહેસાણા: અચાનક રીકવરી રેટ વધ્યો, આજે 53 દર્દી સાજા થયા, નવા 17 કેસ

અટલ સમાચાર, મહેસાણા

કોરોના વાયરસના વધતાં સંક્રમણની વચ્ચે મહેસાણા જીલ્લામાં છેલ્લા બે દિવસથી રીકવરી રેટમાં વધારો થતાં થોડી રાહત મળી છે. આજે જીલ્લામાં નવા 53 કોરોનાગ્રસ્ત દર્દી સારવાર દરમ્યાન સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે આજે જીલ્લામાં નવા 17 દર્દી પોઝિટીવ આવતાં તેમને આઇસોલેશન વોર્ડમાં મોકલવા અને સંબંધિત વિસ્તારોમાં સેનેટાઇઝેશનની કવાયત હાથ ધરાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લામાં સતત કેટલાક દિવસોથી ડબલ આંકડામાં સામે આવતા કેસોની વચ્ચે છેલ્લા 2દિવસથી થોડી રાહત મળી છે. જેમાં પોઝિટીવ કેસોની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ હોવાથી રાહત મળી છે. આજે જીલ્લાના શહેરી વિસ્તારમાં 13 અને ગ્રામ્ય વિસ્તારમાં 4 મળી નવા 17 કેસ સામે આવ્યા છે. આ તરફ નવા 53 દર્દી સાજા થતાં રજા આપવામાં આવી છે.

રાહત@મહેસાણા: અચાનક રીકવરી રેટ વધ્યો, આજે 53 દર્દી સાજા થયા, નવા 17 કેસ

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આજે મહેસાણા શહેરમાં નવા 17 કેસ સામે આવતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. આજે મહેસાણા શહેરમાં 2, ઊંઝા શહેરમાં 6, ઊંઝા તાલુકાના કહોડામાં 1, વિસનગર શહેરમાં 4, વિસનગર તાલુકાના કાંસામાં 1, ખેરાલુ શહેરમાં 1 અને જોટાણામાં 1 મળી નવા 17 કેસ સામે આવ્યા છે. આરોગ્ય તંત્ર દ્રારા કોવિડ ગાઇડલાઇન અંતર્ગત તમામ દર્દીઓના એકદમ નજીકથી સંપર્કમાં આવેલા લોકોને શોધી તેમને ક્વોરેન્ટાઇન કરવા કવાયત હાથ ધરી છે.