રાહત@મહેસાણા: આજે એકસાથે 39 દર્દી સાજા થતાં ડીસ્ચાર્જ, નવા 12 કેસ આવ્યાં

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જીલ્લામાં સતત બે દિવસથી થોડી રાહત મળી હોય તેમ દૈનિક પોઝિટીવ કેસોની સામે સાજા થનારા લોકોની સંખ્યા વધી રહી છે. આજે જીલ્લામાં 12 લોકો પોઝિટીવ જાહેર થયા તો તેની સામે એકસાથે 39 દર્દી સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ તરફ આજે નોંધાયેલા કેસો સહિત હાલની સ્થિતિએ મહેસાણા જીલ્લામાં કુલ
 
રાહત@મહેસાણા: આજે એકસાથે 39 દર્દી સાજા થતાં ડીસ્ચાર્જ, નવા 12 કેસ આવ્યાં

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જીલ્લામાં સતત બે દિવસથી થોડી રાહત મળી હોય તેમ દૈનિક પોઝિટીવ કેસોની સામે સાજા થનારા લોકોની સંખ્યા વધી રહી છે. આજે જીલ્લામાં 12 લોકો પોઝિટીવ જાહેર થયા તો તેની સામે એકસાથે 39 દર્દી સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ તરફ આજે નોંધાયેલા કેસો સહિત હાલની સ્થિતિએ મહેસાણા જીલ્લામાં કુલ કેસ એક્ટિવ છે. જે એક ચિંતાજનક બાબત ગણી શકાય.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લામાં આજે કોરોના વાયરસના નવા 12 કેસ નોંધાયા છે. આ તરફ આજે એકસાથે નવા 39 દર્દી સાજા થતાં તમામને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આજે મહેસાણા શહેરમાં 2, મહેસાણા તાલુકાના રામોસણા(OG Area), પાંચોટ(OG Area), ગોઝારીયા અને પાલવાસણા(ONGC)માં 1-1, ઊંઝા શહેરમાં 1, વિસનગર શહેરમાં 1, વિસનગર તાલુકાના કાંસા એનએ વિસ્તારમાં 1, કડી તાલુકાના નંદાસણમાં 1 અને વિજાપુર તાલુકાના ધનપુરા અને ચંદ્રનગર(ડાભલા)માં 1-1કેસ નોંધાયો છે.