રાહત@મહેસાણા: આજે એકસાથે 48 દર્દી સાજા થતાં રજા અપાઇ, નવા 28 કેસ આવ્યાં

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જીલ્લા માટે આજે થોડા રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં દૈનિક નોંધાતા પોઝિટીવ કેસની સામે આજે સાજા થવાનો આંક વધુ હોવાથી રાહત મળી છે. આજે જીલ્લામાં નવા 28 કેસ સામે આવ્યા તો એકસાથે 48 દર્દી સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ તરફ આરોગ્ય તંત્ર દ્રારા આજે નોંધાયેલા
 
રાહત@મહેસાણા: આજે એકસાથે 48 દર્દી સાજા થતાં રજા અપાઇ, નવા 28 કેસ આવ્યાં

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જીલ્લા માટે આજે થોડા રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં દૈનિક નોંધાતા પોઝિટીવ કેસની સામે આજે સાજા થવાનો આંક વધુ હોવાથી રાહત મળી છે. આજે જીલ્લામાં નવા 28 કેસ સામે આવ્યા તો એકસાથે 48 દર્દી સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ તરફ આરોગ્ય તંત્ર દ્રારા આજે નોંધાયેલા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં મોકલી આપવા કવાયત શરૂ કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લામાં આજે એકસાથે નવા 28 કેસ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આજે મહેસાણા શહેરમાં 7, વિસનગર શહેરમાં 3, ઊંઝા શહેરમાં 7 અને વડનગર શહેરમાં 1, મહેસાણા તાલુકાના સોનેરીપુરા, ગોઝારીયા અને પાલાવાસણા(ONGC)માં 1-1, વિસનગર તાલુકાના કાંસા એનએમાં 1, ઊંઝાના ઉનાવામાં 2, વિજાપુર તાલુકાના માઢી અને દેવડામાં 1-1, વડનગર તાલુકાના સિપોરમાં 1, કડી તાલુકાના નાનીકડીમાં 1 મળી નવા 28 કેસ સામે આવ્યા છે.