રાહત@મોરબી: હાર્દિક પટેલ સહિતના નેતાઓને મંજૂરી વગરની સભાના કેસમાં ખુશી મળી

અટલ સમાચાર, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે આજે ટંકારાની કોર્ટમાં 2017માં મંજૂરી વગર કરાયેલી જાહેરસભાનો કેસ સરકારે પરત લીધો છે. ટંકારામાં 2017માં મંજૂરી વગર કરેલી જાહેરસભાનો કેસમાં લલિત વસોયા અને લલિત કગથરાને મોટી રાહત આપી છે. ટંકારા કોર્ટમાંથી કોંગી નેતાઓ માટે આજે રાહતના સમાચાર મળી રહ્યા છે. હાઈકોર્ટની સૂચનાને પગલે ટંકારા કોર્ટે કાર્યવાહી કરી હતી. સરકારે
 
રાહત@મોરબી: હાર્દિક પટેલ સહિતના નેતાઓને મંજૂરી વગરની સભાના કેસમાં ખુશી મળી

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે આજે ટંકારાની કોર્ટમાં 2017માં મંજૂરી વગર કરાયેલી જાહેરસભાનો કેસ સરકારે પરત લીધો છે. ટંકારામાં 2017માં મંજૂરી વગર કરેલી જાહેરસભાનો કેસમાં લલિત વસોયા અને લલિત કગથરાને મોટી રાહત આપી છે. ટંકારા કોર્ટમાંથી કોંગી નેતાઓ માટે આજે રાહતના સમાચાર મળી રહ્યા છે. હાઈકોર્ટની સૂચનાને પગલે ટંકારા કોર્ટે કાર્યવાહી કરી હતી. સરકારે આખરે 2017 સમયનો કેસ પરત ખેંચ્યો હતો. જેથી ટંકારા કોર્ટે કોંગ્રેસના MLA લલિત વસોયા, લલિત કગથરા જેવા અનેક નેતાઓની હાજરી પુરી જવા દેવાયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મોરબીની ટંકારા કોર્ટે આજે એટલે કે સોમવારે હાર્દિક પટેલ, લલિત વસોયા, લલિત કગથરા, દિલીપ સાંબવા, ગીતા પટેલ, રેશ્મા પટેલ, કિશોર ચીખલીયા, મહેશ રાજકોટીયા અને નિલેશ એરવાડિયાને 2017માં મંજૂરી વગર કરેલી જાહેરસભાના કેસ મામલે હાજર રહેવા તેડું મોકલ્યું હતુ. જોકે આજે સરકારી વકીલ કેસ પાછો ખેંચવાના કાગળો લઈ ટંકારા કોર્ટ પહોંચ્યા બાદ હવે કોર્ટમાં આ કેસ નહીં ચાલે. મોરબી વિધાનસભાની પેટાચૂંટણી પહેલા કોંગ્રેસી નેતાઓને મોટી રાહત મળી છે. ટંકારામાં 2017માં મંજૂરી વગર કરેલી જાહેરસભાનો કેસમાં કોર્ટે કેસ પાછા ખેંચવાની મૌખિક સૂચનાને પગલે કોંગ્રેસી નેતાઓને રાહત મળી રહી છે. જોકે ઓફિશિયલ લેટર બાદ કેસ પાછો ખેંચાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે.

રાહત@મોરબી: હાર્દિક પટેલ સહિતના નેતાઓને મંજૂરી વગરની સભાના કેસમાં ખુશી મળી
File Photo

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, હાઈકોર્ટની સૂચનાને પહલે આજે ટંકારા કોર્ટનું તેડું આવતાં કોંગ્રેસના લલિત વસોયા અને લલિત કગથરા જેવા નેતાઓ કોર્ટમાં હાજર રહ્યા હતા. 2017ની ચૂંટણી પહેલા આ નેતાઓ ભાજપ સામે પ્રચાર કરતા હતા તે વખતનો કેસ છે. ચૂંટણીના પ્રચાર માટે જ ભેગા થયેલા કોંગ્રેસના નેતાઓ પર પરમિશન વગર સભા કરવાનો કેસ થયો હતો. 2017માં મંજૂરી વગર સભા કરવાના કેસમાં ટંકારાની કોર્ટે કોંગ્રેસ-પાસના આગેવાનોને તેડું મોકલ્યું હતું. જોકે, સરકારે આ કેસ પરત ખેંચતા મોટી રાહત મળી છે.

સમગ્ર મામલે કોંગ્રેસના ડો.મનીશ દોશીએ જણાવ્યુ હતુ કે, સરકારની નિતી અને નિયત સાફ નથી. રાજ્યમાં ખેડૂતો, દલિતો, યુવાનો કોઇ આંદોલન કરતાં હોય તો તેમની સામે થયેલા ખોટા કેસ પણ પાછા ખેંચવા જોઇએ. આ સાથે ન્યાય અને અધિકાર માટે લડતાં સામાન્ય નાગરિકોને ન્યાય મળવો જોઇએ. પાટીદાર અનામત આંદોલન હોય કે દલિત સમાજનું આંદોલન હોય જેમાં સરકાર સામે ન્યાયની માંગણી કરતાં યુવાનો-લોકો સામે ખોટા કેસ થયા હોય તે તમામ કેસ પરત ખેંચાવા જોઇએ.