રાહત@સાબરકાંઠા: કોરોનાના કહેર વચ્ચે વધુ 5 સાજા થતાં ડીસ્ચાર્જ કરાયા

અટલ સમાચાર, હિંમતનગર સાબરકાંઠા જીલ્લામાં કોરોનાના હાહાકાર વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. આજે વધુ 5 દર્દીઓએ કોરોનાને મહાત આપતા તેમને રજા આપવામાં આવી છે. સમરસ હોસ્ટેલના કોવિડ કેર સેન્ટર ખાતે સારવાર લઇ રહેલા 5 દર્દીઓ જીલ્લાની તબીબી ટીમ દ્રારા સારવારના અંતે સાજા થતાં રજા અપાઇ છે. અત્યાર સુધી જીલ્લામાં 56 દર્દીઓ સાજા થતાં તેમને
 
રાહત@સાબરકાંઠા: કોરોનાના કહેર વચ્ચે વધુ 5 સાજા થતાં ડીસ્ચાર્જ કરાયા

અટલ સમાચાર, હિંમતનગર

સાબરકાંઠા જીલ્લામાં કોરોનાના હાહાકાર વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. આજે વધુ 5 દર્દીઓએ કોરોનાને મહાત આપતા તેમને રજા આપવામાં આવી છે. સમરસ હોસ્ટેલના કોવિડ કેર સેન્ટર ખાતે સારવાર લઇ રહેલા 5 દર્દીઓ જીલ્લાની તબીબી ટીમ દ્રારા સારવારના અંતે સાજા થતાં રજા અપાઇ છે. અત્યાર સુધી જીલ્લામાં 56 દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લામાં આજે કોરોનાના વધુ 5 દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. જેમાં ખેડબ્રહ્મા તાલુકાના બે દર્દી, વિજયનગર તાલુકાના એક અને પ્રાંતિજ તાલુકાના 2 મળી કુલ 5 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધી જીલ્લામાં 56 દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. દર્દીઓને ઘરે જતાં ત્રિપલ લેયર માસ્ક, સેનિટાઇઝરની બોટલ તેમજ પરીવાર સાથે હાથ 7 દિવસ હોમ ક્વોરેન્ટાઇન રહેવા જણાવ્યુ છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આજે ખેડબ્રહ્માના વરતોલના 24 વર્ષિય અર્પિતાબેન અને તેમનો 4 વર્ષનો પુત્ર, પ્રાંતિજના અમલાની મુવાડીના 20 વર્ષિય યુવક જયદિપસિંહ ઝાલા તથા મૌછા ગામના 30 વર્ષીય રાકેશગીરી ગૌસ્વામી અને વિજયનગરના ખેરવાડાના 35 વર્ષીય કટારા સીતાબેન સહિત કુલ પાંચ લોકો કોરોના સામે જંગ જીત્યા છે.