રાહત@સુરેન્દ્રનગર: કામદારોની હડતાલ સમેટાઇ, કોરોના કાળે સફાઇનું કામ ધમધમશે

અટલ સમાચાર, સુરેન્દ્રનગર કોરોના મહામારી વચ્ચે છેલ્લા 20 દિવસથી ચાલી રહેલા સુરેન્દ્રનગરના સફાઈ કામદારોનું આંદોલન આજે સમેટાયું છે. સુરેન્દ્રનગર જિલ્લા દૂધરેજ વઢવાણ નગરપાલિકા સામે છેલ્લા 16 દિવસથી સો કર્મચારીઓ વિવિધ પ્રશ્ને ઉપવાસ ઉપર ઉતર્યા હતા. જેમાં ખાસ કરીને કાયમી કરવા કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા, પૂરતો સમય કામ આપવા અને ટાઈમસર પગાર ચૂકવવાની માંગણી સાથે વઢવાણ
 
રાહત@સુરેન્દ્રનગર: કામદારોની હડતાલ સમેટાઇ, કોરોના કાળે સફાઇનું કામ ધમધમશે

અટલ સમાચાર, સુરેન્દ્રનગર

કોરોના મહામારી વચ્ચે છેલ્લા 20 દિવસથી ચાલી રહેલા સુરેન્દ્રનગરના સફાઈ કામદારોનું આંદોલન આજે સમેટાયું છે. સુરેન્દ્રનગર જિલ્લા દૂધરેજ વઢવાણ નગરપાલિકા સામે છેલ્લા 16 દિવસથી સો કર્મચારીઓ વિવિધ પ્રશ્ને ઉપવાસ ઉપર ઉતર્યા હતા. જેમાં ખાસ કરીને કાયમી કરવા કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા, પૂરતો સમય કામ આપવા અને ટાઈમસર પગાર ચૂકવવાની માંગણી સાથે વઢવાણ નગરપાલિકામાં છેલ્લા 16 દિવસથી ઉપવાસ ઉપર ઉતરેલા સો કર્મચારીઓના પ્રશ્નો નગરપાલિકા દ્વારા નિરાકરણ લાવવામાં આવતા આજે સફાઈ કામદારોના પ્રશ્નોનું સમાધાન કરવામાં આવ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરેન્દ્રનગર જીલ્લાના દૂધરેજ-વઢવાણ નગરપાલિકાના સફાઇ કામદારો વિવિધ માંગ સાથે ઉપવાસ ઉપર ઉતર્યા હતા. આ સાથે સફાઈ કર્મચારીઓ દ્વારા વિવિધ પ્રકારના દેખાવો પણકરવામાં આવ્યા હતા. ત્યારે ગઇકાલે સફાઈ કર્મચારીના આગેવાન સહિત પાટડીના ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી દ્વારા નગરપાલિકાના સત્તાધીશો સાથે આ સફાઈ કર્મચારીઓના પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે બેઠક યોજવામાં આવી હતી અને આ બેઠકમાં નગરપાલિકાના સત્તાધીશો દ્વારા જે પ્રશ્નોના નિરાકરણ આવે એ સફાઈ કર્મચારીઓના પ્રશ્નોના નિરાકરણ ઝડપી લાવવામાં આવશે જણાવવામાં આવ્યું હતું.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, છેલ્લા 16 દિવસથી ઉપવાસ ઉપર ઉતરેલા સો કર્મચારીઓના પ્રશ્નો નગરપાલિકા દ્વારા નિરાકરણ લાવવામાં આવતા આજે સફાઈ કામદારોના પ્રશ્નોનું સમાધાન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વાલ્મીકિ સમાજના સફાઈ કામદારો ઉપસ્થિત રહ્યા હતા. જે સફાઇ કર્મચારીઓની માંગણી છે તે નગરપાલિકા દ્વારા સ્વીકારવામાં આવતા સફાઈ કર્મચારીઓમાં પણ આજે ઉત્સાહનો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો અને કાલથી જિલ્લામાં સફાઈ કર્મચારીઓ ફરી એક વખત સફાઈ કામ કરવા કામે લાગશે.

આજે આ સફાઈ કર્મચારીઓ દ્વારા પોતાનું આંદોલન સમેટી લેવામાં આવ્યું છે. ત્યારે આજે ૬૦ વર્ષથી ઉપરના કર્મચારીઓને નગર પાલિકા દ્વારા સફાઈ કામગીરીમાંથી છુટા કરવામાં આવ્યા છે અને અન્યને કામે લગાડવામાં આવ્યા છે. આ સફાઈ કર્મચારીઓને આજે નગરપાલિકા દ્વારા ઓગસ્ટ માસના પગારની ચુકવણી કરી આપવામાં આવતા સફાઈ કર્મચારીઓમાં દિવાળી જેવો માહોલ સર્જાઈ જવા પામ્યો છે. પાટડીના ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકીની હાજરીમાં વહીવટદાર, ચીફઓફિસર સાથે બેઠક યોજી સફાઈ કર્મચારીઓના ઉપવાસ આંદોલનને સમેટવામાં આવ્યું છે.