રાહત@તાંડવ: વેબ સીરીઝ નિર્માતાઓના હાઈકોર્ટે 3 સપ્તાહના આગોતરા જામીન મંજુર કર્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ધાર્મીક ભાવનાઓને ઠેંસ પહોચાડવા બાબતે તાંડવના વેબ સીરીઝના સભ્યો ચર્ચાઓમાં છે. ગત શુક્રવારના રોજ યુપીના હજરતગંજમાં આ વેબ સીરીઝની વિરૂધ્ધમાં આઈપીસી કલમ 153એ,295,505,469 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેની જાણકારી ખુબ યુપી સરકારના એક અધિકારીએ આપી હતી. પરંતુ બોમ્બે હાઈકોર્ટેમાં તાંડવ સીરીઝના મામલે નીર્માતા સહીત લોકો પહોંચતા તેમને રાહત
 
રાહત@તાંડવ: વેબ સીરીઝ નિર્માતાઓના હાઈકોર્ટે 3 સપ્તાહના આગોતરા જામીન મંજુર કર્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ધાર્મીક ભાવનાઓને ઠેંસ પહોચાડવા બાબતે તાંડવના વેબ સીરીઝના સભ્યો ચર્ચાઓમાં છે. ગત શુક્રવારના રોજ યુપીના હજરતગંજમાં આ વેબ સીરીઝની વિરૂધ્ધમાં આઈપીસી કલમ 153એ,295,505,469 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેની જાણકારી ખુબ યુપી સરકારના એક અધિકારીએ આપી હતી. પરંતુ બોમ્બે હાઈકોર્ટેમાં તાંડવ સીરીઝના મામલે નીર્માતા સહીત લોકો પહોંચતા તેમને રાહત મળી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

તાંડવ વેબ સીરીઝના નીર્માતા, લેખક અને એક્ટરની ધરપકડ કરવા યુપી પોલીસ મુંબઈ ખાતે રવાના થઈ હતી. જેમા તેમને મુંબઈની અંધેરી પોલીસ સ્ટેશનની મુલાકાત પણ લીધી હતી. એફઆઈઆરમાં તાંડવ વેબ સીરીઝના અપર્ણા પુરોહીત,પ્રાઈમ વિડીયોના અધિકારી,અલી અબ્બાસ ઝફર,હિમાંશુ, કૃષ્ણ મેહરા સહીત કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. જેથી તેમની ધરપકડ થઈ શકતી હતી.

સુત્રો અનુસાર આજ રોજ તાંડવ વેબ સીરીઝના એક સીનને લઈ એફઆઈઆર થતા સંબધીત લોકો બોમ્બે હાઈકોર્ટ પહોંચ્યા હતા. જેમાં તેમને ત્રણ અઠવાડીયાના આગોતરા જામીન મળ્યા હતા.આ મામલે તાંડવ સીરીઝના નિર્માતાઓએ વિવાદીત સીનને કાઢી નાખવાનો નિર્ણય પણ લીધો છે.