રાહત@વેપારઃ ડીઝલના ભાવમાં આજે આટલા પૈસાનો ઘટાડો નોંધાયો

અટલ સમાચાર, ડેસ્ક કોરોના સંકટ વચ્ચે સરકારી ઓઇલ કંપનીઓએ શનિવારના ડીઝલના ભાવમાં સમાન્ય જનતાને રાહત આપી છે. ત્યારે પેટ્રોલના રેટ્સ આજે સ્થિર છે. છેલ્લા 3 દિવસમાં બીજી વખત ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. IOCLની વેબસાઇટ અનુસાર, આજે ડીઝલમાં 13 પૈસાનો ઘટાડો થયો. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો OCLની વેબસાઇટ અનુસાર, 3 સપ્ટેમ્બરના
 
રાહત@વેપારઃ ડીઝલના ભાવમાં આજે આટલા પૈસાનો ઘટાડો નોંધાયો

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના સંકટ વચ્ચે સરકારી ઓઇલ કંપનીઓએ શનિવારના ડીઝલના ભાવમાં સમાન્ય જનતાને રાહત આપી છે. ત્યારે પેટ્રોલના રેટ્સ આજે સ્થિર છે. છેલ્લા 3 દિવસમાં બીજી વખત ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. IOCLની વેબસાઇટ અનુસાર, આજે ડીઝલમાં 13 પૈસાનો ઘટાડો થયો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

OCLની વેબસાઇટ અનુસાર, 3 સપ્ટેમ્બરના ડીઝલના ભાવમાં 16 પૈસાનો ઘટાડો આવ્યો હતો. જણાવી દઇએ કે, 31 દિવસની સ્થિરતા બાદ ગઇકાલે ડીઝલના ભાવમાં ઘટાડો આવ્યો હતો. આ ઉપરાંત 16 ઓગસ્ટથી પેટ્રોલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, પરંતુ વચ્ચે થોડા સમય પેટ્રોલનો ભાવ પણ સ્થિર જોવા મળ્યો હતો. પરંતુ આ માત્ર 3 વખત થયું છે. જણાવી દઇએ કે, 16 ઓગસ્ટથી અત્યાર સુધીમાં પેટ્રોલનો ભાવ 1.67 રૂપિયા સુધીનો વધારો થયો છે.

રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરેફરા થયા છે. સવારે 6 વાગ્યાથી નવા ભાવ લાગુ થયા છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેનો ભાવ બમણો થઇ જાય છે. વિદેશી વિનિમય દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતો શું છે, તેના આધાર પર રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ફરેફાર થયા છે.

 

શહેર ડીઝલ પેટ્રોલ

ગુજરાત 78.84 79.35
દિલ્હી 73.27 82.08
કોલકાતા 76.77 83.57
મુંબઇ 79.81 88.73
ચેન્નાઇ 78.58 85.04