રાહત@વેપારઃ કોરોના સંકટ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો

અટલ સમાચાર, ડેસ્ક દસ ગ્રામ સોનાનો ભાવ થોડા અઠવાડિયા પહેલાં 56,000 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. પરંતુ ગત કેટલાક દિવસોથી વિદેશી બજારોમાં આવેલી નરમાઇ બાદ સોના ભાવ ફરી ઘટી ગયા છે. સોનું હવે સસ્તું થઇ ગયું છે. જાણકારોનું માનીએ તો સોનું ખરીદવાનો આ યોગ્ય સમય હોઇ શકે છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક
 
રાહત@વેપારઃ કોરોના સંકટ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો

અટલ સમાચાર, ડેસ્ક

દસ ગ્રામ સોનાનો ભાવ થોડા અઠવાડિયા પહેલાં 56,000 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. પરંતુ ગત કેટલાક દિવસોથી વિદેશી બજારોમાં આવેલી નરમાઇ બાદ સોના ભાવ ફરી ઘટી ગયા છે. સોનું હવે સસ્તું થઇ ગયું છે. જાણકારોનું માનીએ તો સોનું ખરીદવાનો આ યોગ્ય સમય હોઇ શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બુધવારે દિલ્હી સોની બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ 210 રૂપિયા ઘટી ગયો. તો બીજી તરફ 1 કિલોગ્રામ ચાંદીની કિંમતમાં 1,000 રૂપિયાથી વધુનો ઘટાડો નોંધાયો છે. HDFC સિક્યોરિટીના અનુસાર દિલ્હી સોની બજારમાં બુધવારે 24 કેરેટ સોનાનો ભાવ 52,173 રૂપિયા પ્રતિ દસ ગ્રામથી ઘટીને 51,963 રૂપિયા દસ ગ્રામ પર આવી ગયો છે. આ દરમિયાન ભાવમાં 210 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો આવ્યો છે. તો બીજી તરફ મુંબઇમાં 99.9 ટૅકાવાળા સોનાનો ભાવ ઘટીને 51,000 રૂપિયાથી નીચે આવી ગયો છે. બુધવારે 24 કેરેટ સોનાનો ભાવ 50,983 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગયો.

બુધવારે ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. દિલ્હીના સોની બજારમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 66,255 રૂપિયાથી ઘટીને 65,178 રૂપિયા પર આવી ગયો છે. આ દરમિયાન ભાવમાં 1,077 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. તો બીજી તરફ મુંબઇમાં ચાંદીનો ભાવ ઘટીને 62541 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો છે.