રાહત@વેપારઃ પેટ્રોલ-ડીઝલ થયું આટલા પૈસા સસ્તુ, જાણો આજનો રેટ

અટલ સમાચાર, ડેસ્ક સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs)એ સોમવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં નરમીને કારણે સરકારી ઓઇલ કંપનીઓએ સોમવારે પેટ્રોલનો ભાવ 14 પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 15 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો છે. ત્યારબાદ દેશની રાજધાની દિલ્હીમાં એક લીટર પેટ્રોલનો ભાવ 81.72 રૂપિયા છે. બીજી
 
રાહત@વેપારઃ પેટ્રોલ-ડીઝલ થયું આટલા પૈસા સસ્તુ, જાણો આજનો રેટ

અટલ સમાચાર, ડેસ્ક

સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs)એ સોમવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં નરમીને કારણે સરકારી ઓઇલ કંપનીઓએ સોમવારે પેટ્રોલનો ભાવ 14 પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 15 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો છે. ત્યારબાદ દેશની રાજધાની દિલ્હીમાં એક લીટર પેટ્રોલનો ભાવ 81.72 રૂપિયા છે. બીજી તરફ, એક લીટર ડીઝલનો ભાવ 72.78 રૂપિયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલના ભાવ ગબડી રહ્યા છે અને રૂપિયામાં મજબૂતી પરત ફરી છે. એવામાં એક્સપર્ટ્સ ઘરેલુ સ્તર પર પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાનું અનુમાન લગાવી રહ્યા છે. જો ક્રૂડમાં 20 ટકાનો ઘટાડો આવે છે તો પેટ્રોલ અને ડીઝલમાં 5 ટકા ભાવનો ઘટાડો આવી શકે છે. જેથી પેટ્રોલ અને ડીઝલ 2.5થી 3 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થઈ શકે છે. દિલ્હી- પેટ્રોલ 81.72 રૂપિયા અને ડીઝલો 72.78 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈ- પેટ્રોલ 88.38 રૂપિયા અને ડીઝલો 79.29 રૂપિયા પ્રતિ લીટર છે.કોલકાતા- પેટ્રોલ 83.23 રૂપિયા અને ડીઝલો 76.28 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નઈ- પેટ્રોલ 84.72 રૂપિયા અને ડીઝલો 78.12 રૂપિયા પ્રતિ લીટર છે.

વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.