ધાર્મિક@અમદાવાદ: જગન્નાથ ભગવાનની 144મી રથયાત્રા સંપન્ન, રથ નિજમંદીર પરત પહોંચ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના કહેર વચ્ચે આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાની પરંપરાગત વિધિઓ વહેલી સવારે 4 વાગ્યાથી શરૂ થઈ હતી. ભગવાન જગન્નાથજીની વહેલી સવારે ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતીમાં હાજર રહ્યા હતા. તેમની સાથે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ મંગળા આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંદિર પરિસરમાં સોનાની સાવરણી સાથે પરંપરાગત
 
ધાર્મિક@અમદાવાદ: જગન્નાથ ભગવાનની 144મી રથયાત્રા સંપન્ન, રથ નિજમંદીર પરત પહોંચ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના કહેર વચ્ચે આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાની પરંપરાગત વિધિઓ વહેલી સવારે 4 વાગ્યાથી શરૂ થઈ હતી. ભગવાન જગન્નાથજીની વહેલી સવારે ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતીમાં હાજર રહ્યા હતા. તેમની સાથે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ મંગળા આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંદિર પરિસરમાં સોનાની સાવરણી સાથે પરંપરાગત રીતે પહિંદ વિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. તેમની સાથે નીતિન પટેલ, ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિતના લોકો હાજર રહ્યાં હતાં. આ પહેલા રાજ્ય સરકારે રથયાત્રાના રૂટ પર કર્ફ્યૂ લગાવી રથયાત્રા યોજવા મંજૂરી આપી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોના ગાઈડલાઈન સાથે આજે જગપ્રસિદ્ધ રથયાત્રા યોજાઈ હતી. આજની રથયાત્રા એટલા માટે ખાસ છે કારણ કે, ભગવાન જગન્નાથજી નગરયાત્રાએ નીકળ્યા છે પરંતુ મર્યાદિત ભક્તો સાથે. અમદાવાદમાં આ વર્ષે 144મી રથયાત્રાનો પ્રારંભ થયો છે. ત્યારે ભાવિક ભક્તોમાં પણ આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો ઈતિહાસ પણ ભવ્ય રહ્યો છે. અંદાજે સાડા ચારસો વર્ષ પહેલા રામામંદી સંત હનુમાનદાસજીએ જમાલપુરના જગન્નાથજી મંદિરમાં ગાદીની સ્થાપના કરી હતી. ત્યારબાદ ગાદીપતિ સારંગદાસજી મહારાજને ભગવાને સ્વપ્નમાં દર્શન આપ્યા હતા જે બાદ અમદાવાદમાં રથયાત્રાનો પ્રારંભ થયો.આમ 2 જુલાઈ 1878ના રોજ સૌ પ્રથમ અમદાવાદમાં રથયાત્રા નીકળી હતી. મહંત નરસિંહદાસજી મહારાજે અમદાવાદમાં રથયાત્રા શરૂ કરાવી હતી.આમ વર્ષો બાદ આજે પણ ભવ્ય રીતે રથયાત્રા નિકળે છે અને ભગવાન સ્વયં નગરચર્યાએ નિકળી નગરજનોને દર્શન આપે છે.

ધાર્મિક@અમદાવાદ: જગન્નાથ ભગવાનની 144મી રથયાત્રા સંપન્ન, રથ નિજમંદીર પરત પહોંચ્યાં

144 વર્ષ પહેલાં જગન્નાથ મંદિરના મહંત નરસિંહદાસજીએ પ્રથમવાર ઈ.સ. 1878ની અષાઢી બીજના દિવસે રથયાત્રાનો પ્રારંભ કર્યો હતો. નાના પાયે શરૂ થયેલી રથયાત્રાનો વ્યાપ આજે એટલો વધી ગયો છે કે તે દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા બની ગઈ છે. આ મંદિરનો ઇતિહાસ 450 વર્ષ જુનો છે. આ ઇતિહાસની જો વાત કરીએ તો આ મંદિરની સ્થાપના સારંગજીદાસે કરી હતી. જગન્નાથ મંદિર પહેલા હનુમાનજીનું મંદિર હતું. આ મંદિરના નિર્માણ પાછળ એક આદેશ કારણભુત છે. સારંગજીદાસજીને સપનામાં જગન્નાથજીની મૂર્તી સ્થાપિત કરવાનો આદેશ મળ્યો હતો. જેથી તેઓ પુરીથી નીમકાષ્ઠાની બનેલી મૂર્તીઓ લાવ્યા અને સંપુર્ણ વિધિવિધાન સાથે આ મૂર્તીઓની પ્રાણપ્રતિષ્ઠા કરાઇ. અષાઢીબીજના દિવસે એટલે કે 1 જૂલાઇ 1978માં પ્રથમ રથયાત્રા યોજાઇ હતી.

ધાર્મિક@અમદાવાદ: જગન્નાથ ભગવાનની 144મી રથયાત્રા સંપન્ન, રથ નિજમંદીર પરત પહોંચ્યાં

સૂત્રોએ જણાવ્યું હતુ કે, 144 વર્ષ પહેલા બહુ નાના પાયે શરૂ થયેલી રથયાત્રામાં ભગવાનને બળદગાડામાં લઈ જવાતા હતા. જેમાં સાધુસંતો ભાગ લેતા હતા. તે સમયે સરસપુરમાં રણછોડજીના મંદિરમાં સાધુસંતોનું રસોડું રાખવામાં આવતું હતું. બસ તે સમયથી જ સરસપુર ભગવાન જગન્નાથનું મોસાળ બની ગયું. હવે સરસપુરની તમામ પોળોના રહિશો રથયાત્રામાં જોડાયેલા ભક્તોને પ્રેમભાવથી જમાડે છે.