ધાર્મિક@બેચરાજી: દોઢ કરોડના ખર્ચે પૌરાણિક રામજી મંદીરનો જીર્ણોદ્રાર કરાશે

અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર) બેચરાજી તાલુકાના શંખલપુર ગામે પૌરાણિક રામજી મંદીરનો જીર્ણોદ્રાર કરવામાં આવનાર છે. જેને લઇ રવિવારના રોજ શિલાન્યાસ વિધિ ભૂદેવોના મંત્રોચ્ચાર દ્રારા કરવામાં આવી હતી. જેમાં મંદીરના જીર્ણોદ્રારા માટે દાનની ગંગામાં 90 લાખ જેટલું દાન સંસ્થાને મળ્યું છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકભક્તો ઉમટી પડ્યા હતા. આ સાથે નવચંડી યજ્ઞમાં પણ ગ્રામજનો
 
ધાર્મિક@બેચરાજી: દોઢ કરોડના ખર્ચે પૌરાણિક રામજી મંદીરનો જીર્ણોદ્રાર કરાશે

અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર)

બેચરાજી તાલુકાના શંખલપુર ગામે પૌરાણિક રામજી મંદીરનો જીર્ણોદ્રાર કરવામાં આવનાર છે. જેને લઇ રવિવારના રોજ શિલાન્યાસ વિધિ ભૂદેવોના મંત્રોચ્ચાર દ્રારા કરવામાં આવી હતી. જેમાં મંદીરના જીર્ણોદ્રારા માટે દાનની ગંગામાં 90 લાખ જેટલું દાન સંસ્થાને મળ્યું છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકભક્તો ઉમટી પડ્યા હતા. આ સાથે નવચંડી યજ્ઞમાં પણ ગ્રામજનો સહિત ધાર્મિક જનતા ઉમટી પડી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના બેચરાજી તાલુકાના શંખલપુર ગામે ટોડા બહુચર માતાજીનું વિશ્વવિખ્યાત મંદીર આવેલુ છે. ગામમાં આવેલ પૌરાણિક રામજી મંદીરનો જીર્ણોદ્રારા દોઢ કરોડના ખર્ચે કરવામાં આવનાર છે. જેને લઇ ગત રવિવારે શિલાન્યસ વિધિ અને નવચંડી યજ્ઞ યોજાયો હતો. આ પ્રસંગે ગ્રામજનો સહિત આસપાસના લોકો અને ધર્મપ્રેમી જનતા મોટા પ્રમાણમાં દર્શનાર્થે ઉમટી પડી હતી.

ધાર્મિક@બેચરાજી: દોઢ કરોડના ખર્ચે પૌરાણિક રામજી મંદીરનો જીર્ણોદ્રાર કરાશે

સુત્રોએ જણાવ્યુ હતુ કે, બહુચરમાતાજીની પાવનકારી ઉપસ્થિતિને લઇ જગવિખ્યાત શંખલપુર ગામના આંગણે વધુ એક ધાર્મિક સ્થાનક નવા રૂપરંગ ધારણ કરી રહ્યુ છે. આ પ્રસંગે સ્વ.શાંતાબેન ડાહ્યાભાઇ મંછારામાં પટેલ કાંતિભાઇ આર.પટેલ તરફથી રૂ.36 લાખ, પટેલ ભગવાનભાઇ હીરાભાઇ ઇશ્વરદાસ તરફથી રૂ.21 લાખ, પટેલ કાંતિભાઇ મંછારામ તરફથી રૂ.2,51,000, પટેલ જયેશભાઇ ભગવાનભાઇ બેચરદાસ તરફથી રૂ.2 લાખ, પટેલ ભીખાભાઇ મંગળદાસ તરફથી રૂ.2 લાખ, પટેલ દેવચંદભાઇ નાથાલાલ તરફથી રૂ.2 લાખ તમામ મૂર્તિના દાતા પટેલ બાબુભાઇ માધવદાસ સહિત અનેક દાતાઓએ ખુલ્લા દિલે દાન કરતાં રૂ.90 લાખ જેટલું દાન એકત્ર થયું હતું.