ધાર્મિકઃ પુરુષોત્તમ મહિનામાં આ 4 કામ કરવાથી પરમાત્માને મેળવી શકાય છે

અટલ સમાચાર, ડેસ્ક અધિકમાસ ભક્તોનો મહિનો છે, પરંતુ થોડાં લોકો આ મહિનામાં ઘણું કરવા માંગે છે પરંતુ વ્યસ્તતાના કારણે કશું જ કરી શકતાં નથી. આવા લોકો માટે પણ આપણાં ગ્રંથોમાં ભક્તિની થોડી એવી રીત જણાવવામાં આવી છે, જેના વિના કોઇ વ્રત-ઉપવાસ, પૂજા-પાઠના પુણ્ય કમાઇ શકીએ છીએ. અનેક નિયમ છે પરંતુ એકમાત્ર શાશ્વત નિયમ એ છે
 
ધાર્મિકઃ પુરુષોત્તમ મહિનામાં આ 4 કામ કરવાથી પરમાત્માને મેળવી શકાય છે

 અટલ સમાચાર, ડેસ્ક

અધિકમાસ ભક્તોનો મહિનો છે, પરંતુ થોડાં લોકો આ મહિનામાં ઘણું કરવા માંગે છે પરંતુ વ્યસ્તતાના કારણે કશું જ કરી શકતાં નથી. આવા લોકો માટે પણ આપણાં ગ્રંથોમાં ભક્તિની થોડી એવી રીત જણાવવામાં આવી છે, જેના વિના કોઇ વ્રત-ઉપવાસ, પૂજા-પાઠના પુણ્ય કમાઇ શકીએ છીએ. અનેક નિયમ છે પરંતુ એકમાત્ર શાશ્વત નિયમ એ છે કે, વ્યક્તિ પ્રામાણિક અને શીલ રહે. મન, વચન અને કર્મ સાથે હિંસા ન કરે, કોઇ ખરાબ કહેવામાં આવતું કામ પણ કરે નહીં. આ પરમાત્મા સુધી જવાનો પહેલો અને સૌથી મુશ્કેલ રસ્તો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મનને બાળક જેવું નિર્મળ બનાવવા માટે સૌથી પહેલી શરત છે કે, તમે અપેક્ષાઓને પકડી રાખો છો. સંબંધોમાં તિરાડ અને મનમુટાવનું સૌથી મોટું કારણ અપેક્ષાઓ છે. જો આપણે સંબંધોમાં અપેક્ષાને છોડી દેશું તો આપણો તણાવ અને ગુસ્સો બંને શાંત થઇ જશે. પુરાણો કહે છે કે, મનના વિકાર ગુસ્સા અને અપેક્ષાથી આવે છે. અપેક્ષા લાલચ વધારે છે અને ગુસ્સો હિંસા. આ બંને આપણાં મનને દૂષિત કરે છે. મન ખરાબ થયું કે જીવન ખરાબ થયું. અધિકમાસમાં આ આદત રાખો કે, સવારે સ્નાન પછી 15 થી 30 મિનિટ પરમાત્માને આપો. જો પૂજા-પાઠ અને જાપમાં મન લાગે નહીં તો બે કામ કરો પહેલું ભગવાન સામે દીવો-અગરબત્તી પ્રગટાવીને બેસી જાવ, ધ્યાન કરો. મનને તે જગ્યાએ કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરો. બીજું ધાર્મિક સામગ્રી જેમ કે, મંત્ર, ભજન વગેરે સાંભળો. આ બે કામ તમારામાં એક અલગ ઊર્જાનો સંચાર કરશે. મન દબાણ અને તણાવ રહિત રહેશે.

ધાર્મિકઃ પુરુષોત્તમ મહિનામાં આ 4 કામ કરવાથી પરમાત્માને મેળવી શકાય છે
જાહેરાત

શાસ્ત્ર કહે છે પરમાત્મા આત્મામાં જ છે. પ્રાણીની સેવા પણ પરમાત્માની પ્રાપ્તિનું સાધન છે. કોશિશ કરો કે, જરૂરિયાતમંદની મદદ કરી શકો. આ કામ તમને અહંકારથી મુક્તિ તરફ લઇ જશે. આ તમને એક વિશિષ્ટ સંતુષ્ટિ આપશે. જે તમને એક સારા કામ માટે પ્રેરિત કરશે. આધુનિક સમયમાં આ સૌથી મોટી સમસ્યા છે કે, મન ક્યાય ટકતું નથી. ઓફિસમાં રહો તો મન ઘર તરફ ભાગે છે, ઘરે જાવ તો ઓફિસ સાથે લઇને આવે છે. એવામાં મન તમને હંમેશાં તણાવ અને પરેશાનીમાં રાખે છે. કોશિશ કરો કે, આ દિવસોમાં મનને ભટકવે તેવી વસ્તુઓથી દૂર રહો.