ધાર્મિક@ડીસા: દસ દિવસ પુજા અર્ચના બાદ દશામાં ની મૂર્તિની પધરામણી કરાઈ

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી) અષાઢ માસના છેલ્લા દિવસે એટલે કે દિવાસાના દિવસથી દશામાના વ્રતની શુભ શરૂઆત થાય છે. જિલ્લાના તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં દશામાના વ્રતનું ખુબ જ મહત્વ રહેલું છે. જેથી પહેલા દિવસે બજારમાં દશામાંની પ્રતિમાની ખરીદી માટે ભીડ ઉમટી હતી. દરેક દુકાનદાર અવનવા શણગાર વડે દશામાની મૂર્તિને સજાવીને દશામાના ભકતોને આકર્ષકના પ્રયત્નો કર્યા
 
ધાર્મિક@ડીસા: દસ દિવસ પુજા અર્ચના બાદ દશામાં ની મૂર્તિની પધરામણી કરાઈ

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)

અષાઢ માસના છેલ્લા દિવસે એટલે કે દિવાસાના દિવસથી દશામાના વ્રતની શુભ શરૂઆત થાય છે. જિલ્લાના તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં દશામાના વ્રતનું ખુબ જ મહત્વ રહેલું છે. જેથી પહેલા દિવસે બજારમાં દશામાંની પ્રતિમાની ખરીદી માટે ભીડ ઉમટી હતી. દરેક દુકાનદાર અવનવા શણગાર વડે દશામાની મૂર્તિને સજાવીને દશામાના ભકતોને આકર્ષકના પ્રયત્નો કર્યા હતા.

દશામાના વ્રતની શરૂઆત દિવાસાના દિવસથી થઇ રહી હોવાથી કેટલાક યુવક મંડળો દ્વારા મોટા કદની દશામાની મૂર્તિઓની સ્થાપના પણ કરવામાં આવે છે. આ વ્રત દસ દિવસ સુધી શ્રદ્ધા અને ભકિતભાવપુર્વક સવાર સાંજ દશામાની મૂર્તિની પૂજા અર્ચના કરવામાં આવે છે. દિવાસાના દિવસે દશામાનુ વ્રત કરવામાં આવે છે અને પછી દસ દિવસ ઉપવાસ કર્યા બાદ દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે.

ડીસા તાલુકાના આખોલ ગામે બનાસ નદીમાં દશામાની મૂર્તઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં બહેનોની ભીડ ભક્તિમય માહોલમાં જોવા મળે હતી. અને આખોલ ગ્રામજનો દ્વારા રાત્રે માટે લાઈટ અને વિસર્જન માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવ્યું હતું.

જોકે આ ભક્તિમય માહોલમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પર ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો હોય છે