ધાર્મિકઃ વસંત પંચમીના દિવસે માં સરસ્વતીને પ્રસન્ન કરવા માટે જરૂરથી કરો આ ઉપાય

અટલ સમાચાર, ડેસ્ક હિન્દુ ધર્મમાં દરેક લોકો આખા વર્ષ દરમિયાન આવતા કેટલાક તહેવારો તે ઉપરાંત અમુક વ્રત કથાઓ સાથે જોયેલા તહેવારો સારી રીતે ઉજવતા હોય છે.આવી સ્થિતિમાં આજે તમને વસંત પંચમી વિષે જણાવા જઈ રહ્યા છીએ.જો આ દિવસે તમે પણ પૂજા કરશો તો તમને ઘણા સારા પરિણામ પ્રાપ્ત થઇ શકે છે. આ વર્ષે 16 ફેબ્રુઆરીના
 
ધાર્મિકઃ વસંત પંચમીના દિવસે માં સરસ્વતીને પ્રસન્ન કરવા માટે જરૂરથી કરો આ ઉપાય

અટલ સમાચાર, ડેસ્ક

હિન્દુ ધર્મમાં દરેક લોકો આખા વર્ષ દરમિયાન આવતા કેટલાક તહેવારો તે ઉપરાંત અમુક વ્રત કથાઓ સાથે જોયેલા તહેવારો સારી રીતે ઉજવતા હોય છે.આવી સ્થિતિમાં આજે તમને વસંત પંચમી વિષે જણાવા જઈ રહ્યા છીએ.જો આ દિવસે તમે પણ પૂજા કરશો તો તમને ઘણા સારા પરિણામ પ્રાપ્ત થઇ શકે છે. આ વર્ષે 16 ફેબ્રુઆરીના દિવસે વસંત પંચમીનો તહેવાર આવી રહ્યો છે. જયારે દરેક વ્યક્તિ જાણે છે કે વસંત પંચમીના દિવસે ખાસ કરીને માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે.હિન્દુ તિથી અનુશાર દર વર્ષે આ તહેવાર માગ મહિનાના શુક્લાના પાંચમા દિવસે આવે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

માતા સરસ્વતીને સંગીત અને વિદ્યાની દેવી માનવામાં આવે છે.તેથી છોકરીઓને ખાસ કરીને તેમની પૂજા કરવાની સલાહ આપવામાં આવે છે.વસંત પંચમીની વિધિ દ્વારા માતાની પૂજા કરવાથી ભક્તોની દરેક મનોકામના પણ પૂર્ણ થાય છે.વસંત પંચમી તિથિ 16 ફેબ્રુઆરીના દિવસે સવારે 03:36 વાગ્યાથી શરૂ થશે.જે 17 ફેબ્રુઆરી સવારે 5.46 વાગ્યા સુધી રહેશે.આ સમયમાં કરવામાં આવેલી પૂજા તમને ઘણા લાભ આપશે.

– શાસ્ત્રો મુજબ તે ઉપરાંત પ્રાચીન સમયથી ચાલતી વિધિ મુજબ એવું કહેવાય છે કે આ દિવસે સવારે સ્નાન કર્યા પછી સફેદ કે પીળા રંગના કપડા પહેરવા વધારે સારા ઘણાય છે.આ પછી મંદિરમાં માતાની મૂર્તિ સ્થાપિત કરો.ખાસ ધ્યાનમાં રાખો કે પીળો કાપડ પર વિધિવત્ રીતે સ્થાપિત કરવી.

– આ પછી માતા સરસ્વતીને સફેદ ફૂલો અને માળા અર્પણ કરો અને માતાને સિંદૂર અને અન્ય મેકઅપ વસ્તુઓ પણ અર્પણ કરી શકો છો.વસંતપંચમી પર માતાના ચરણોમાં ગુલાલ અર્પણ કરવું શુભ માનવામાં આવે છે.પ્રસાદમાં માતાને પીળી મીઠાઈ કે ખીર ચડાવો.આ પછી પૂજા માટે સંકલ્પ અને દીવો પ્રગટાવો.ત્યારબાદ”ઓમ સરસ્વતાય નમ.”મંત્રનો જાપ કરો.

આ સમયમાં જો તમારી પાસે કોઈ ઇચ્છા છે જે ઘણા પ્રયત્નો કરવા છતાં પૂર્ણ થતી નથી.તો આ સમયે પ્રાથના કરો.આ કરવાથી તમારી ઇચ્છાઓ પૂર્ણ થશે.આ ઉપરાંત તમારી મનપસંદ વસ્તુઓ પણ તેમણે ચડાવી શકો છો.વસંત પંચમી પર પીળા રંગનું વિશેષ મહત્વ છે.આ રંગ સરસ્વતીને પ્રિય છે.તેથી આ દિવસે માતાને પીળા વસ્ત્રો ચડાવો.આ સિવાય માતાને કેસર અને પીળી ચંદનનો તિલક લગાવો અને પીળી ફૂલોવાળી માતા સરસ્વતી અર્પણ કરો.આ ત્રણ વસ્તુ માતાને અર્પણ કરશો તો તમારી દરેક મનોકામના પૂર્ણ જરૂર થશે.

વસંત પંચમીને શુભ દિવસ માનવામાં આવે છે.આ દિવસે કોઈપણ કાર્ય શરૂ કરી શકો છો.આ દિવસે લગ્ન,સગાઈ,ગૃહ પ્રવેશ જેવા શુભ કાર્યો થઈ શકે છે.જો કે કેટલીક વસ્તુઓ એવી છે જે વસંત પંચમી પર ન કરવી વધારે સારી ઘણાય છે.– પુસ્તકની પૂજા વસંત પંચમી પર કરવામાં આવે છે.માટે આ દિવસે પુસ્તકોનું વાંચન ન કરવું જોઈએ.તે ઉપરાંત ડુંગળી અને લસણ પણ ખાવાનું ટાળવું જોઈએ.ખાસ કરીને આ દિવસે ખોટું ન બોલવું જોઈએ.તે સાથે મનમાં કોઈ ખરાબ વિચારો ન લાવવા જોઈએ.જો તમે આટલું ધ્યાન રાખશો તો જરૂરથી કરેલી પૂજાનો લાભ મળશે.