ધાર્મિકઃ આ કારણથી પોષ મહિનામાં સૂર્ય દેવને જળ ચઢાવવાથી અનેક ફાયદાઓ થાય છે

અટલ સમાચાર, ડેસ્ક ઉત્તરાયણને દેવતાઓના દિવસ માનવામાં આવે છે. પોષ મહિનાના સ્વામી દેવતાઓમાં ભગવાન વિષ્ણુ અને ગ્રહોમાં સૂર્ય છે. આ મહિનાથી ભગવાન સૂર્યની પૂજા કરવાની પરંપરા છે. આ મહિનાની 11 તારીખે સૂર્ય પોતાના જ નક્ષત્ર એટલે ઉત્તરાષાઢામાં આવી ગયો હતો અને 24 જાન્યુઆરી સુધી રહેશે. તે પછી 14 જાન્યુઆરીએ મકર રાશિમાં પ્રવેશ કરવાથી ઉત્તરાયણ શરૂ
 
ધાર્મિકઃ આ કારણથી પોષ મહિનામાં સૂર્ય દેવને જળ ચઢાવવાથી અનેક ફાયદાઓ થાય છે

અટલ સમાચાર, ડેસ્ક

ઉત્તરાયણને દેવતાઓના દિવસ માનવામાં આવે છે. પોષ મહિનાના સ્વામી દેવતાઓમાં ભગવાન વિષ્ણુ અને ગ્રહોમાં સૂર્ય છે. આ મહિનાથી ભગવાન સૂર્યની પૂજા કરવાની પરંપરા છે. આ મહિનાની 11 તારીખે સૂર્ય પોતાના જ નક્ષત્ર એટલે ઉત્તરાષાઢામાં આવી ગયો હતો અને 24 જાન્યુઆરી સુધી રહેશે. તે પછી 14 જાન્યુઆરીએ મકર રાશિમાં પ્રવેશ કરવાથી ઉત્તરાયણ શરૂ થઇ ગયો છે. આ સમય સૂર્ય દેવતાઓના અધિપતિ હોય છે. ઉત્તરાયણ દરમિયાન શિશિર, વસંત અને ગ્રીષ્મ ઋતુ રહે છે. આ મહિનામાં ધરતીની નજીક હોવાથી સૂર્યનો પ્રભાવ વધી જાય છે. આ દરમિયાન ભગ નામના સૂર્યદેવતા પોતાના કિરણો દ્વારા ધરતી ઉપર વૃક્ષ-છોડ અને મનુષ્યોનું પોષણ કરે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

શ્રીમદભાગવતપુરાણમાં સૂર્યદેવઃ-
શ્રીમદભાગવતપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે જે બ્રહ્માંડનું કેન્દ્ર છે ત્યાં જ સૂર્યની સ્થિતિ છે. આ ગ્રંથમાં જણાવવામાં આવ્યું છે કે સૂર્યની પરિક્રમાનો માર્ગ નવ કરોડ, એકાવન લાખ યોજન છે. સૂર્યનું સંવત્સર નામનું એક પૈડું છે, તેમાં મહિના તરીકે બાર આરા છે. ઋતુઓનું પ્રતિનિધિત્વ કરતી છ નેમિ (પૈડા પરની રીમ) છે. પૂર્વાહ્ન, મધ્યાહ્ન અને પ્રહાન્ન રૂપ ત્રણ નાભિ છે

સૂર્યપૂજાના ફાયદાઃ-
મેડિકલ સાયન્સમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે સૂર્યના કિરણોથી માનસિક તણાવ દૂર થાય છે. તેનાથી ડિપ્રેશનથી બહાર આવવામાં મદદ મળે છે. સૂર્યના કિરણોમાં ખંડ હોવાથી વિટામિન ડીની ખામી દૂર થાય છે. સૂર્યના કિરણોથી પોઝિટિવ ઊર્જા મળે છે. ઉગતા સૂર્યને સતત જોઇને આંખનું તેજ વધે છે. ઉગતા સૂર્યનો પ્રકાશ શરીર ઉપર પડવાથી ઊર્જા મળે છે.

વેદ અને ઉપનિષદમાં સૂર્યઃ-

ઋગ્વેદ પ્રમાણે સૂર્યદેવમાં પાપમાંથી મુક્તિ અપાવવા, રોગનો નાશ કરનાર, આયુ અને સુખમાં વૃદ્ધિ કરનાર અને ગરીબી દૂર કરનારની અપાર શક્તિ છે.
યજુર્વેદ પ્રમાણે સૂર્યદેવની આરાધના એટલા માટે કરવી જોઇએ કે તે માનવ માત્રના બધા કામના સાક્ષી હોય છે અને તેમનાથી આપણું કોઇપણ કામ કે વ્યવહાર છુપાયેલું નથી.
બ્રહ્મપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે સૂર્યદેવ સર્વશ્રેષ્ઠ દેવતા છે. તેમની ઉપાસના કરનાર ભક્ત જે સામગ્રી તેમને અર્પણ કરે છે, સૂર્યદેવ તેમને લાખગણું આપે છે.
સૂર્યોપનિષદ પ્રમાણે બધા દેવતા, ગંધર્વ અને ઋષિ સૂર્યના કિરણોમાં વાસ કરે છે. સૂર્યદેવની ઉપાસના વિના કોઇપણનું કલ્યાણ શક્ય નથી.
સ્કંદપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે સૂર્યદેવને જળ અર્પણ કર્યાવિના ભોજન કરવું પાપ કર્મ સમાન છે.