ધાર્મિક@ગુજરાત: આવતીકાલે દિવાળીએ વિશેષ લક્ષ્મીપૂજા, જાણો શું કરવાથી ફળ મળે ?

અટલ સમાચાર, ડેસ્ક આવતીકાલ શનિવાર 14 નવેમ્બરના રોજ દિવાળી છે અને આ દિવસે દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે. આસો મહિનાના વદ પક્ષની અમાસ તિથિએ દિવાળી ઊજવવામાં આવે છે. આ દિવસે કરવામાં આવતું દાન, હવન, પૂજન વગેરેનું ફળ જલ્દી મળે છે. દિવાળીએ લક્ષ્મી પૂજા કરતી સમયે કઇ વાતોનું ધ્યાન રાખવું જોઇએ તે જાણીએ. અટલ
 
ધાર્મિક@ગુજરાત: આવતીકાલે દિવાળીએ વિશેષ લક્ષ્મીપૂજા, જાણો શું કરવાથી ફળ મળે ?

અટલ સમાચાર, ડેસ્ક

આવતીકાલ શનિવાર 14 નવેમ્બરના રોજ દિવાળી છે અને આ દિવસે દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે. આસો મહિનાના વદ પક્ષની અમાસ તિથિએ દિવાળી ઊજવવામાં આવે છે. આ દિવસે કરવામાં આવતું દાન, હવન, પૂજન વગેરેનું ફળ જલ્દી મળે છે. દિવાળીએ લક્ષ્મી પૂજા કરતી સમયે કઇ વાતોનું ધ્યાન રાખવું જોઇએ તે જાણીએ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

  • મહાલક્ષ્મીની તસવીરઃ- દિવાળીએ લક્ષ્મીજીની એવી તસવીર ખરીદો, જેમાં તેઓ ભગવાન વિષ્ણુના ચરણો પાસે વિરાજમાન હોય. આ તસવીરની પૂજા કરવી ખૂબ જ શુભ મનાય છે.
  • કુબેર મૂર્તિઃ- કુબેર ધનના દેવતા અને દેવતાઓના કોષાધ્યક્ષ છે. તેમની પ્રતિમા ઘરની ઉત્તર દિશામાં રાખવી જોઇએ.
  • ચરણ ચિહ્નઃ- માતા લક્ષ્મીના ચાંદીના ચરણ ચિહ્ન ખરીદવા જોઇએ. તેને લક્ષ્મી પૂજામાં રાખો અને ત્યાર બાદ ઘરની તિજોરીમાં રાખો.
  • શ્રીયંત્રઃ- શ્રીયંત્ર દેવી લક્ષ્મીનું પ્રતીક છે. તેને ઘરના મંદિરમાં સ્થાપિત કરવું જોઇએ.
  • મોતી શંખઃ- આ એક દુર્લભ શંખ છે. દેખાવમાં ખૂબ જ સુંદર હોય છે. દિવાળીએ મોતી શંખ ખરીદો અને પૂજા પછી તેને પોતાની તિજોરીમાં રાખો.
  • પારાથી બનેલી લક્ષ્મી પ્રતિમાઃ- દિવાળીએ લક્ષ્મી પૂજા માટે પારાથી બનેલી લક્ષ્મી પ્રતિમા ખૂબ જ શુભ માનવામાં આવે છે. દિવાળીએ પારદ લક્ષ્મીની મૂર્તિ ખરીદવી જોઇએ.
  • દક્ષિણાવર્તી શંખઃ- વિષ્ણુજી અને મહાલક્ષ્મીની પૂજામાં દક્ષિણાવર્તી શંખનું મહત્ત્વ ખૂબ જ વધારે છે. દિવાળીએ શંખ ખરીદવો અને આ શંખમાં કેસર મિશ્રિત દૂધ ભરીને વિષ્ણુ-લક્ષ્મીનો અભિષેક કરવો.
  • પીળી કોડીઃ- લક્ષ્મીજી સમુદ્રમાંથી પ્રકટ થયાં હતા અને કોડી પણ સમુદ્રમાંથી જ મળે છે. જેના કારણે લક્ષ્મી પૂજામાં પીળી કોડી રાખવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી રહી છે.
  • લઘુ નારિયેળઃ-સામાન્ય નારિયેળથી લઘુ નારિયેળ નાનું હોય છે. દિવાળીએ આ નારિયેળની પૂજા કરવી જોઇએ. પૂજા પછી લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખી શકાય છે.
  • કમળ ગટ્ટાઃ- દેવી લક્ષ્મીની પૂજામાં કમળના ફૂલ રાખવા જરૂરી છે. કમળના છોડથી કમળ ગટ્ટા પણ મળે છે. કમળ ગટ્ટાથી બનેલી માળાથી લક્ષ્મી મંત્રનો જાપ કરવો જોઇએ. દિવાળીએ કમળ ગટ્ટાની માળા પણ ખરીદી શકાય છે.