ધાર્મિક@ગુજરાત: મહાશિવરાત્રીએ વર્ષો બાદ અંગારક યોગમાં આ ગ્રહો વૃષભ રાશિમાં એકસાથે રહેશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક આવતીકાલે રાજ્ય સહિત દેશભરમાં મહાશિવરાત્રીના તહેવારે મહાદેવની પૂજા-અર્ચના કરવામાં આવશે. આ મહાશિવરાત્રિના દિવસે 111 વર્ષ પછી અંગારક યોગ બની રહ્યો છે. વૃષભ રાશિમાં મંગળ અને રાહુ એકસાથે સ્થિત છે. જ્યારે આ બે ગ્રહ એક જ રાશિમાં હોય છે, ત્યારે અંગારક યોગ બને છે. આ વખતે શિવરાત્રિના દિવસે ઘનિષ્ઠા નક્ષત્ર પણ
 
ધાર્મિક@ગુજરાત: મહાશિવરાત્રીએ વર્ષો બાદ અંગારક યોગમાં આ ગ્રહો વૃષભ રાશિમાં એકસાથે રહેશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આવતીકાલે રાજ્ય સહિત દેશભરમાં મહાશિવરાત્રીના તહેવારે મહાદેવની પૂજા-અર્ચના કરવામાં આવશે. આ મહાશિવરાત્રિના દિવસે 111 વર્ષ પછી અંગારક યોગ બની રહ્યો છે. વૃષભ રાશિમાં મંગળ અને રાહુ એકસાથે સ્થિત છે. જ્યારે આ બે ગ્રહ એક જ રાશિમાં હોય છે, ત્યારે અંગારક યોગ બને છે. આ વખતે શિવરાત્રિના દિવસે ઘનિષ્ઠા નક્ષત્ર પણ રહેશે. તેનો સ્વામી મંગળ ગ્રહ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહાશિવરાત્રીએ બુધ અને ચંદ્ર ગ્રહનું રાશિ પરિવર્તન પણ થઇ રહ્યું છે. અંગારક યોગમાં શિવરાત્રિ હોવાથી જમીનની વધતી કિંમત ઓછી થવાની શક્યતા છે. દેશની જનતા ઉપર દેવું ઓછું થઇ શકે છે. ખાસ કરીને વૃષભ રાશિના લોકોને વિશેષ લાભ થઇ શકે છે. મંગળ-રાહુની જોડી વૃષભ રાશિમાં છે અને આ રાશિ ઉપર ગુરૂની દ્રષ્ટિ પણ છે. આ કારણે પ્રાકૃતિક આપત્તીઓમાં ઘટાડો આવે તેવા યોગ બની રહ્યા છે. બજાર સામાન્ય રહેશે. કરિયાણા અને મસાલાના વેપારમાં તેજી આવશે.

શિવરાત્રિએ પૂજા માટે શુભ મુહૂર્તઃ-

  • સવારે 6 વાગ્યાથી 7.30 વાગ્યા સુધી
  • સવારે 10.30 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી
  • સાંજે 4.30 વાગ્યાથી રાતે 9 વાગ્યા સુધી