ધાર્મિક@ગુજરાત: કુંવારી છોકરીઓએ ક્યારેય પણ શિવલીંગને સ્પર્શ કરવાની કોશિશ ન કરવી, જાણો કેમ ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ભગવાન ભોળાનાથની ભક્તિ કરવા માટે આમ તો આખુ વર્ષ ઓછુ પડે પણ ભક્તો અને ખુદ ભગવાનને પ્રિય એવો શ્રાવણ માસ આજથી શરૂ થયો છે. આ દરમ્યાન રાખવામાં આવતા વ્રત મનગમતો જીવનસાથી અને અખંડ સૌભાગ્ય આપનારૂ હોય છે. આવી રીતે શ્રાવણ મહિનામાં રૂદ્રાભિષેક, શિવ-પાર્વતીની પૂજા કરવાથી અનેક લાભો મળે છે. કહેવાય
 
ધાર્મિક@ગુજરાત: કુંવારી છોકરીઓએ ક્યારેય પણ શિવલીંગને સ્પર્શ કરવાની કોશિશ ન કરવી, જાણો કેમ ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભગવાન ભોળાનાથની ભક્તિ કરવા માટે આમ તો આખુ વર્ષ ઓછુ પડે પણ ભક્તો અને ખુદ ભગવાનને પ્રિય એવો શ્રાવણ માસ આજથી શરૂ થયો છે. આ દરમ્યાન રાખવામાં આવતા વ્રત મનગમતો જીવનસાથી અને અખંડ સૌભાગ્ય આપનારૂ હોય છે. આવી રીતે શ્રાવણ મહિનામાં રૂદ્રાભિષેક, શિવ-પાર્વતીની પૂજા કરવાથી અનેક લાભો મળે છે. કહેવાય છે કે, આ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાથી આપણા કષ્ટ દૂર થાય છે અને ભગવાન પાસેથી સુખ -સમૃદ્ધિના આશિર્વાદ લેવામાં આવે છે. જો કે આ દરમિયાન પૂજા કરેલી ભૂલો મુસીબતોને પણ નોતરે છે. આજે અમે આપને અહીં એવી જ કંઈક ભૂલો વિશે જણાવા જઈ રહ્યા છીએ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ધર્મ-પુરાણોમાં શિવજીના પૂજનની કેટલીય વિધિઓ જણાવામાં આવી છે. ભગવાન ભોળાનાથી મૂર્તિ અને શિવલિંગ બંનેની પૂજા કરવામાં આવે છે. તો વળી રુદ્રાભિષેક, શિવલીંગનું જ હોય છે. આવા સમયે શિવલીંગનો અભિષેક કરતી વખતે, પૂજા કરતા સમયે હંમેશા ધ્યાનમાં રાખવુ જોઈએ કે, કુંવારી યુવતીઓનું શિવલીંગને સ્પર્શ કરવો વર્જિત માનવામાં આવે છે. તો વળી વિવાહીત મહિલાઓને શિવલીંગને સ્પર્શ કરવાથી દૂર રહેવુ જોઈએ.

કુંવારી યુવતીઓ અને મહિલાઓને શિવલિંગનો સ્પર્શ કરવા પાછળ ધર્મગ્રંથોમાં કારણ પણ આપ્યા છે. હકીકતમાં શિવલીંગ એક દિવ્ય ઊર્જાનું પ્રતિક છે. જો વિવાહીત લોકો તેની પૂજા કરે છે. તો તેમના જીવનમાં પ્રેમ અને ખુશી આવે છે. સંતાન સુખ મળે છે. તો વળી કુંવારી યુવતીઓને સંતાન વિશે વિચારવાનું મર્યાદા બહાર માનવામાં આવે છે. તેથી તેમને શિવલીંગને સ્પર્શ કરવો જોઈએ નહીં. આ ઉપરાંત મહિલાઓ દ્વારા શિવલીંગને સ્પર્થ કરવાથી દેવી પાર્વતી નારાજ થઈ જાય છે. સાથે જ તપસ્યાલીન શિવની તંદ્રા ભંગ ન થાય એટલા માટે શિવલીંગને સ્પર્શ કરવાની મનાઈ કરવામાં આવી છે. નહીંતર ભગવાન શિવને દેવી પાર્વતીની નારાજગી ભોગવવી પડે છે. તેથી દૂર રહીને ભગવાનના શિવલીંગની જ પૂજા કરવાનું ઉત્તમ રહેશે.