ધાર્મિકઃ ઉત્તરાયણનો ઇતિહાસ અને પતંગ શબ્દ ક્યાંથી અને કેવી રીતે આવ્યો, જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક ઉત્તરાયણનો તહેવાર આપણે કેમ મનાઈએ છે એ તો ઘણા લોકોને ખ્યાલ છે અને ઉત્તરાયણના તહેવારની ઉજવણી કેમ થાય છે એતો તમને જણાવાની જરૂર જ નથી કેમ કે તમે તેની ઉજવણી કરો જ છો પણ આજે હું તમને એ જણાવીશ કે ઉત્તરાયણમાં કેમ પતંગ ચગાવાય છે પતંગ શબ્દ ક્યાંથી આવ્યો, મકરસંક્રાંતી અને ઉત્તરાયણ
 
ધાર્મિકઃ ઉત્તરાયણનો ઇતિહાસ અને પતંગ શબ્દ ક્યાંથી અને કેવી રીતે આવ્યો, જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક

ઉત્તરાયણનો તહેવાર આપણે કેમ મનાઈએ છે એ તો ઘણા લોકોને ખ્યાલ છે અને ઉત્તરાયણના તહેવારની ઉજવણી કેમ થાય છે એતો તમને જણાવાની જરૂર જ નથી કેમ કે તમે તેની ઉજવણી કરો જ છો પણ આજે હું તમને એ જણાવીશ કે ઉત્તરાયણમાં કેમ પતંગ ચગાવાય છે પતંગ શબ્દ ક્યાંથી આવ્યો, મકરસંક્રાંતી અને ઉત્તરાયણ અલગ છે કે નહીં.ક્યાં કયા નામથી ઓળખાય છે ઉત્તરાયણ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઋગ્વેદમાં સૂર્ય માટે ‘પતંગ’ શબ્દ વપરાયો છે. પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય પાસે કલ્યાણ થાય છે તથા અમંગળ, દરિદ્રતા અને રોગ દૂર થાય છે.આ સમયે ઉત્તર દિશામાં પવન હોય છે.આ દિવસે પતંગ ચગાવીને દિશા નક્કી કરાય છે આ ઉપરાંત આ દિવસે સૂર્ય સમક્ષ રહેવું વધુ સારુ હોવાથી લોકો આખોદિવસ પતંગ ચગાવે છે અને સૂર્યના કિરણોથી પોઝિટિવિટીનો અનુભવ કરે છે.આજે ઉત્તરાયણનો પર્યાય પતંગ બની ગયો છે પણ પતંગનો ઇતિહાસ ખૂબ જૂનો છે. ઉત્તરાયણનો ઇતિહાસ જાણવો હોય તો પતંગનો ઇતિહાસ પણ જાણવો પડે. પતંગ ચગાવવાની શરૂઆત ચીનમાં આશરે 3000 વર્ષ પહેલાં થઈ હતી.પતંગ બનાવવા સિલ્કના કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ લાકડી માટે વાંસનો ઉપયોગ થયો હતો.ઇન્ડોનેશિયાની ગુફાઓમાં પણ પતંગનાં ચિત્રો જોવા મળ્યાં છે. તે વખતે વનસ્પતિના મોટાં-મોટાં પાંદડાંઓમાંથી પતંગ બનાવવામા આવતો હતો.પતંગની શોધ કટોકટી, યુદ્ધ કે સંશોધન કરાઈ હતી પરંતું હાલના સમયમાં પતંગ ઉજણી કરવાનું સાધન બન્યું છે.

પતંગનો ક્યાંરે કેવી રીતે થયો ઉપયોગ

1) તમને માનવામાં નહીં આવે કે પતંગના સહારે તો ચોરી પણ થયેલી છે જી હા 16મી સદીમાં એક ચોર પતંગના સહારે એક કિલ્લાની ટોચ પર લગાવેલી સોનાની માછલીઓ ચોરી ગયો હતો.
2) 1984માં ચેકોસ્લોવેકિયાનો એક પંદર વર્ષનો છોકરો પતંગના અને હોન્ગગ્લાઈડરના વૈજ્ઞાનિક નિયમોનો અભ્યાસ કરીને સામ્યવાદી શાસનની કેદમાથી નાસી છૂટ્યો હતો.
3) ઈ.સ.1749માં સ્કેટલેન્ડની ગ્લાસગો યુનિવર્સિટીના બે શિક્ષકો એલેક્ઢાન્ડર મિલ્સન્ટ અને ટોમસ મેલવિલેએ 6 પતંગ એક દોરી પર ચગાવી સાથે થર્મોમીટર બાંધ્યું હતું,થર્મોમીટર બાંધી વાદળનું તાપમાન માપવાની કોશિશ કરવામાં આવી હતી.
4) એવું કહેવાય છે કે શરૂઆતમાં યુદ્ધ વખતે કે કટોકટી દરમિયાન સંદેશા મોકલાવવા,બે સ્થળો વચ્ચેનું અંતર માપવા કે પવનની દિશા અને ઝડપ જાણવા પતંગનો ઉપયોગ થતો.
5) વૈજ્ઞાનિક સંશોધનમાં અને માણસને આકાશમાં ઉડાવવા પતંગનો ઉપયોગ થયો છે.એવું કહેવાય છે કે પશ્ચિમના દેશોમાં અને ખાસ કરીને અમેરિકામાં જે વિશાળ કદના હેન્ગગ્લાઈડરો બન્યા છે તે પતંગની સુધારેલી આવૃતિ છે.
6) ઈ.સ. 900માં કોરિયા અને રશિયાના તત્કાલીન સેનાપતિઓએ દુશ્મનોની સેનાને ડરાવવા માટે પતંગ સાથે હથિયારધારી ઘોડેસવાર માણસનાં પૂતળાં બાંધીને દુશ્મનોના વિસ્તાર તરફ ઉડાવ્યા હતા.આ પ્રયોગથી દુશ્મનોમાં ખળભળાટ ફેલાયો હતો અને તેનો લાભ પણ સેનાપતિને મળ્યો હતો.
7) ઈ.સ.1827માં જ્યોર્જ પોકોક નામના એક અંગ્રેજે પતંગોના સહારે એક ગાડી દોડાવી હતી.
8) એક અમેરિકને 1810માં 24 હજાર ફૂટ ઊંચે પતંગ ચગાવીને બતાવ્યો હતો તેના પરથી એક વૈજ્ઞાનિકે સંશોધન કરીને ઉપયોગી તારણો પણ કાઢ્યા હતા.
9) વૈજ્ઞાનિક કોડીએ તો પતંગથી ચાલતી બોટ બનાવીને ઈંગ્લિશ ચેનલ પાર કરી હતી.
10) પતંગની શોધનો દાવો કરનારા ગ્રીકો અને ચીનીઓની માન્યતા પ્રમાણે સૌપ્રથમ પતંગ હકીમલ કમાન નામના માણસે બનાવ્યો હતો. સૈપ્રથમ ચીનમાં ડ્રેગન નામનો પતંગ બનાવાયો હતો.
11) ચીન,કોરિયા અને જાપાનમાં પતંગનો ઉપયોગ જાહેર ખબર માટે કરવામાં આવતો.