ધાર્મિકઃ તમારા હાથમાં પૈસા ટકતા નથી તો હોળીના દિવસે કરો આ 5 ઉપાય

અટલ સમાચાર, ડેસ્ક ભારતમાં ધાર્મિક વાતો અને ધાર્મિક સ્થળોનું ખૂબ મહત્વ છે. એવી જ રીતે આજે આપણે એક એવી વાત કરવાની છે કે, આજના માણસો ઘણા પૈસા કમાય તો છે પરંતુ એમના જોડે પૈસા ટકતાં નથી તો ચાલો આજે આપણી એવી પાંચ વાતો કરીએ કે, તમારી પાસે પૈસા ટકતા થઇ જશે. હોળીના દિવસે આ ધાર્મિક
 
ધાર્મિકઃ તમારા હાથમાં પૈસા ટકતા નથી તો હોળીના દિવસે કરો આ 5 ઉપાય

અટલ સમાચાર, ડેસ્ક

ભારતમાં ધાર્મિક વાતો અને ધાર્મિક સ્થળોનું ખૂબ મહત્વ છે. એવી જ રીતે આજે આપણે એક એવી વાત કરવાની છે કે, આજના માણસો ઘણા પૈસા કમાય તો છે પરંતુ એમના જોડે પૈસા ટકતાં નથી તો ચાલો આજે આપણી એવી પાંચ વાતો કરીએ કે, તમારી પાસે પૈસા ટકતા થઇ જશે. હોળીના દિવસે આ ધાર્મિક કામો કરવાથી આપણી પાસે ધન ઓછું થતું નથી. તો જાણી લો કયા છે પાંચ ઉપાયો.

– હોળીની રાત્રે એક સફેદ વસ્ત્રમાં સવા સો ગ્રામ આખા ચોખા બાંધીને તમારા પૂજા સ્થળ પર મૂકો અને ઓમ શ્રીમ શ્રિયે નમ: નો 108 વાર જાપ કરો ત્યારબાદ તે તિજોરી રાખી લો ધનસમૃદ્ધિ વધશે.

– હોળીના દિવસે એક રોટલી પર પાંચ પતાશા અને ચાંદીનો વર્ક મૂકી ગાયને ખવડાવો જીવનમાં ધન સમૃદ્ધિ વધશે.

– હોળિકા દહનની રાત્રે એક શંખમાં ગંગાજળ ભરીને તમારા પૂજા સ્થળ પર મૂકો અને બીજા દિવસે સવારે તમારા આખા ઘરમાં ગંગાજળનો છાંટો ઘરમાં સમૃદ્ધિ વધશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

– હોળીના દિવસે એક સ્ફટિક શ્રી યંત્ર લાવીને ગંગાજળથી અભિષેક કરીને તમારા પૂજા સ્થળમાં સ્થાપિત કરો ઘરમાં ધન આગમનના સાધન વધશે.

– હોળિકા દહનના સમયે ધન પ્રાપ્તિની કામના કરતા સફેદ રંગની મિઠાઈ સળગતી અગ્નિમાં રાખી દો. તેનાથી તમારા હાથમાં
પૈસા ટકવા લાગશે .