ધાર્મિક@ખેડબ્રહ્માઃ અંબિકા માતાજીના પ્રાગટ્ય દિન નિમત્તે શ્રધ્ધાળુઓ ઉમટ્યાં

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) ખેડબ્રહ્મા સ્થિત માં અંબિકાનો આજ રોજ પોષી પુનમના દિવસે પ્રાગટ્ય દિવસ ઉજવામાં આવ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે શુક્રવારના રોજ મોટી સંખ્યામાં યાત્રાળુ ઉમટી પડ્યા હતા. અને માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો શુક્રવાર પોષી પૂનમે માતાજીનો પ્રાગટ્ય દિવસ
 
ધાર્મિક@ખેડબ્રહ્માઃ અંબિકા માતાજીના પ્રાગટ્ય દિન નિમત્તે શ્રધ્ધાળુઓ ઉમટ્યાં

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

ખેડબ્રહ્મા સ્થિત માં અંબિકાનો આજ રોજ પોષી પુનમના દિવસે પ્રાગટ્ય દિવસ ઉજવામાં આવ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે શુક્રવારના રોજ મોટી સંખ્યામાં યાત્રાળુ ઉમટી પડ્યા હતા. અને માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

શુક્રવાર પોષી પૂનમે માતાજીનો પ્રાગટ્ય દિવસ ઉજવાતો હોય છે. માતાજીને અન્નકૂટ ધરાવવામાં આવ્યો. આ ખાસ દિવસ નિમત્તે મંદિર ટ્રસ્ટ દ્રાર મંદિર રોશની અને ફૂલથી શણગારવામાં આવ્યું હતું.

પૂનમના દિવસે માતાજીની સવારની આરતી 6.30 કલાકે કરવામાં આવી હતી. અને અન્નકૂટ ભરવામાં આવ્યો. ત્યાર બાદ માતાજીને શણગારેલ રથમાં બિરાજમાન કરી મંદિર પરિષરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ સમયે પોલીસ બેન્ડ સાથે પરીસરમાં જોડાયા હતા. મંદિરના શિખર ઉપર ટ્રસ્ટ દ્રારા ધજા રોહણ કરવામાં આવી હતી. 2.30 અન્નકૂટ ઉથ્થાપન કરવામાં આવશે. સાજે આરતી મંડળ દ્રારા કેક કાપી ઉજવણી કરવાં આવશે.