ધાર્મિક@ખેડબ્રહ્માઃ કારતકી પૂનમે માં અંબાના ચરણોમાં 56 ભોગ ધરાવાયો

અટલ સમાચાર, ખેડબ્રહ્મા(રમેશ વૈષ્ણવ) સાબરકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે મંગળવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. અને માં આંબાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ખેડવાળી માં અંબા પ્રત્યે અસિમ શ્રદ્ધા ધરાવતા નાના-મોટા સૌ શ્રદ્ધાળુ ભક્તિભાવથી માં અંબાના દર્શન કરી મેળો માણવા ખેડબ્રહ્મા આવતા હોય છે. સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, વડોદરા તથા રાજસ્થાનના માઈ ભક્તો
 
ધાર્મિક@ખેડબ્રહ્માઃ કારતકી પૂનમે માં અંબાના ચરણોમાં 56 ભોગ ધરાવાયો

અટલ સમાચાર, ખેડબ્રહ્મા(રમેશ વૈષ્ણવ)

સાબરકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે મંગળવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. અને માં આંબાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ખેડવાળી માં અંબા પ્રત્યે અસિમ શ્રદ્ધા ધરાવતા નાના-મોટા સૌ શ્રદ્ધાળુ ભક્તિભાવથી માં અંબાના દર્શન કરી મેળો માણવા ખેડબ્રહ્મા આવતા હોય છે. સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, વડોદરા તથા રાજસ્થાનના માઈ ભક્તો મોટી સંખ્યામાં ખેડબ્રહ્મા પહોંચી માં અંબાના ચરણોમાં શીશ જુકાવતા જોવા મળ્યા હતા.

સવારથી જ માં ના ચાચર ચોકમાં દર્શન કરવા ભારે ભીડ થઈ હતી. માતાજીના અને અન્નકૂટના દર્શન કરી શ્રીફળ, કંકુ, ચુંદડી, પ્રસાદ ચડાવી ધન્યતા અનુભવતા માઈ ભક્તોની લાંબી કતારો જામી હતી. પૂનમની રાત્રે ચાચર ચોક દીવાથી શણગારવામાં આવ્યો હતો. બસ સ્ટેશનથી માતાજી મંદિર સુધી રોડની બંને બાજુ નાની મોટી હાટડીઓના કારણે ખરીદી કરનાર ઉમટી પડ્યા હતા.

ધાર્મિક@ખેડબ્રહ્માઃ કારતકી પૂનમે માં અંબાના ચરણોમાં 56 ભોગ ધરાવાયો

પૂનમના મેળામાં અંબાજી મંદિરના ટ્રસ્ટ પ્રમુખ જયદીપસિંહ રાઠોડ, ટ્રસ્ટી પરસોતમદાસ પટેલ, પ્રવિણસિંહ સોલંકી, જયંતિભાઈ પટેલ, યોગેંદ્રસિંહ ચૌહાણ તથા મેનેજર ઘનશ્યામસિંહ રહેવર અને સ્ટાફ દ્વારા દર્શનાર્થીઓ માટે વહેલી સવારથી જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ખેડબ્રહ્મા પીએસઆઇ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.