ધાર્મિકઃ ધર્મગ્રંથોમાં પુરુષોત્તમમાસની વ્રતની કથા અને મહત્વ વિશે જાણો

અટલ સમાચાર, ડેસ્ક પુરુષોત્તમમાસને અધિક માસ, મલમાસ વગેરે કહ્યો છે. મહારાષ્ટ્ર પ્રદેશમાં તેને ‘ધોંડા માસ’ પણ કહે છે. ‘વાજસનેયી – સંહિતા’ (૭/૩૦, ૨૨/૩૦) માં ‘અધિકમાસ’ ને અહંસસ્પતિ’ અને ‘મલિમ્લુચ’ એવા નામોથી કહ્યો છે. ‘મલિમ્લુચ’ શબ્દ પરથી જ ‘મલમાલ’ શબ્દ બન્યો છે. આ ૧૩માં માસને ‘ઐતરેય- બ્રાહ્મણ’ (૩/૧) માં નિંદ્ય કહ્યો છે. કેટલાક પાશ્ચાત્ય પંડિતોનું એવું
 
ધાર્મિકઃ ધર્મગ્રંથોમાં પુરુષોત્તમમાસની વ્રતની કથા અને મહત્વ વિશે જાણો

અટલ સમાચાર, ડેસ્ક

પુરુષોત્તમમાસને અધિક માસ, મલમાસ વગેરે કહ્યો છે. મહારાષ્ટ્ર પ્રદેશમાં તેને ‘ધોંડા માસ’ પણ કહે છે. ‘વાજસનેયી – સંહિતા’ (૭/૩૦, ૨૨/૩૦) માં ‘અધિકમાસ’ ને અહંસસ્પતિ’ અને ‘મલિમ્લુચ’ એવા નામોથી કહ્યો છે. ‘મલિમ્લુચ’ શબ્દ પરથી જ ‘મલમાલ’ શબ્દ બન્યો છે. આ ૧૩માં માસને ‘ઐતરેય- બ્રાહ્મણ’ (૩/૧) માં નિંદ્ય કહ્યો છે. કેટલાક પાશ્ચાત્ય પંડિતોનું એવું મંતવ્ય છે કે ‘વેદો’ ના જે ભાગમાં અધિકમાસનો ઉલ્લેખ છે તે ઈ.સ. પૂર્વે ૧૫૦૦ના સુમારે તૈયાર થયેલો હોવો જોઈએ. ભારતના વેદપંડિત ‘શંકર બાલુ દીક્ષિત’ નું એવું મંતવ્ય છે કે ‘અધિકમાસ’ પધ્ધતિ ઈ.સ. પૂર્વે ૫૦૦૦ વર્ષથી ભારતદેશમાં પ્રચલિત છે એવા પ્રમાણો વિદ્યમાન છે.

‘બૃહન્નારદીય પુરાણ’ માં તેમ જ ‘પદ્મપુરાણ’ માં પુરુષોત્તમમાસ મહાત્મ્ય’ અને તેના ‘વ્રત’ વિષે વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. તે માસમાં કરવામાં આવતાં દાન, જપ- તપ, ઉદ્યાપનવિધી, વ્રત અને દાનની ફલશ્રુતિ વગેરે વિષે જણાવ્યું છે.

અધિક માસ કે ‘મલમાસ’ ના દેવતા ‘પુરુષોત્તમ ભગવાન’ કે વિષ્ણુ ભગવાન’ માનવામાં આવ્યા છે. તેમની કૃપાસંપાદન માટેનું આ વ્રત કરતાં વિષ્ણુપૂજા, કાંસ્યાપાત્રમાં પકવાનો ભરીને તેનું દાન સુપાત્ર વિપ્રોને કરવાનું જણાવ્યું છે. આવા દાનમાં નવા જોડા , ચપ્પલ, નવી છત્રી, સુવર્ણ મુદ્રા વગેરે આપવાનો ઉલ્લેખ પણ પુરાણોમાં જોવા મળે છે. મહારાષ્ટ્ર- પ્રદેશમાં અધિકમાસમાં

આવા દાન ‘જમાઈ’ ને આપવામાં આવે છે, કારણ કે કન્યા અને જમાઈને ‘લક્ષ્‍મી-નારાયણ સ્વરૂપ’ માનવામાં આવ્યા છે. (સમુદ્રતનયા ‘લક્ષ્‍મી’ છે અને જમાઈરાજ ‘વિષ્ણુ’ કહ્યાં છે)

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જે કર્મો અન્ય વેળા કરવા શક્ય હોય, તે કર્મો અધિકમાસમાં કરવા વર્જ્ય માન્યા છે, જેવાં કે : ૧) અગ્ન્યાધાન, (૨) દેવ પ્રતિષ્ઠા, (૩) રાજ્યાભિષેક, (૪) વિવાહ, (૫) ઉપનયન, (જનોઈદેવી), (૬) ગૃહારંભ, (૭) ગૃહપ્રવેશ, (૮) દેશાંતર યાત્રા વગેરે વગેરે. અધિકમાસમાં મૃત (મરીગયેલા) વ્યક્તિના શ્રાધ્ધ અને મહાલય અધિકમાસમાં તે તિથિએ ન કરતાં શુદ્ધમાસની તે તિથિએ કરવાનું કહ્યું છે. અધિકમાસમાં જન્મેલા બાળકનો જન્મમાસ તે નામનો શુદ્ધમાસ હોય તો લેવામાં આવે છે, એવું જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યું છે.

અધિકમાસમાં વિષ્ણુસ્વરૂપ ‘સૂર્યદેવ’ ની પૂજા, ઉપવાસ કે એકટાણુ કરવાનું , ગોળ-ઘી મિશ્રિત ૩૩ (તેત્રીસ) ગળી પૂરીઓનું દાન કરવાનું વગેરે કહ્યું છે. તે દાનનો મંત્ર આ પ્રમાણે છે.

”વિષ્ણરૂપી સહસ્ત્રાંશુ :, સર્વપાપપ્રણાશન :,

અપૂપાત્રદાને, મમ પાપં વ્યપોહતુ ।”

ધાર્મિકઃ ધર્મગ્રંથોમાં પુરુષોત્તમમાસની વ્રતની કથા અને મહત્વ વિશે જાણો
જાહેરા

 

એટલે કે, ‘વિષ્ણુરૂપી સર્વપાપનાશક સૂર્યદેવ! મેં કરેલા અપૂપ- દાન (ગળીપુરીઓનું દાન) થી મારાં સર્વ પાપોને નષ્ટ કરો. ત્યારબાદ નિત્ય દેવપ્રાર્થના, બ્રહ્મભોજન, ઉપવાસ કે એકટાણું જમવું, ‘પુરુષોત્તમ-મહાત્મ્ય’ નું શ્રવણ કરવું વગેરે કહ્યું છે. આ વ્રતનું ફળ ‘પાપોનો નાશ થવો’ અને ‘સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થવી જણાવ્યું છે.

ધર્મગ્રંથોમાં આ વ્રતની કથા 

”રાજા” ‘નહુષ’ ને ઈન્દ્રપદ મળવાથી તે ઉન્મત (વિવેકહીન) થયો. તેથી તેણે ઈન્દ્રપત્ની ‘શચી’ ની કામના કરી. શચીના મહેલમાં જવા માટે રાજા નહુષે ‘અગસ્ત્ય’ વગેરે ઋષિઓને પોતાની પાલખી ઉપાડવા રોક્યા. પાલખી ધીમી ગતિએ આગળ વધી રહી હતી. તેથી પાલખીમાં બેઠેલા રાજા નહુષે વિવેકભ્રષ્ટ થઈને ક્રોધથી અગસ્ત્ય ઋષિને ‘સર્પ સર્પ’ (જલદી ચાલો જલદી ચાલો) એવું કહ્યું. તે સાંભળીને અગસ્ત્ય ઋષિએ શાપવાણી ઉચ્ચારી કે, ‘હે અવિવેકી, કામી, રાજા નહુષ! તું જ સર્પ (સર્પ- ઝેરી જંતુ) થઈ જાય.” તપસ્વી ઋષિ અગસ્ત્યના આવા શાપને લીધે રાજા નહુષ સર્પયોનિમાં પડ્યો છે. છેવટે ‘મહર્ષિ વ્યાસ’ની આજ્ઞાાનુસાર સર્પરૂપી નહુષે અધિકમાસવ્રત (પુરુષોત્તમમાસ વ્રત) કર્યું જેના પરિણામે તે સર્પયોનિમાંથી મુક્ત થઈ ગયો અને પુણ્યલોકને પામ્યો.”

‘જ્યોતિષશાસ્ત્ર ‘ કહે છે કે ચાંદ્રવર્ષ અને સૌરવર્ષનો મેળ બેસાડવા માટે સરાસરી ૩૨ (બત્રીસ) કે ૩૩ (તેત્રીસ) ચંદ્રમાસ પછી ચાંદ્રવર્ષમાં જે એક ‘અધિક મહિનો’ ધરવા લાગે છે તેને ‘અધિકમાસ’ એવા નામે કહે છે. સામાન્યપણે પ્રત્યેક ચાંદ્રમાસમાં એક ‘સૌર-સંક્રાન્તિ’ થતી હોય છે. જે માસમાં આવી એક પણ સૌરક્રાન્તિ થતી નથી, એટલે કે જે ચંદ્રમાસ સંપૂર્ણપણે બે સંક્રાન્તિયો દરમિયાન આવે છે, તે ‘અધિકમાસ’ સમજવો. દાખલા તરીકે સૂર્યની ‘મેષ સંક્રાન્તિ’ ચૈત્ર અમાસે થઈ અને તેની ‘વૃષભ સંક્રાન્તિ’ વૈશાખમાં ન થતાં તે તેની પછીના મહિનાના ‘પડવે’ થઈ તો આસંક્રાન્તિવિહીન માસ ‘અધિક વૈશાખ’ ઠરશે અને તેના પહેલાનો મહિનો એ ‘નિજ વૈશાખ’ થશે.

ચૈત્ર, જ્યેષ્ઠ અને શ્રાવણ એ ૧૨ વર્ષે અષાઢ ૧૮ વર્ષે, ભાદ્રપદ ૨૪ વર્ષે, અશ્વિન ૧૪૧ વર્ષે અને કાર્તિક ૭૦૦ વર્ષ ‘અધિકમાસ’ થાય છે. ભાદ્રપદ પર્યતના જ માસોોને અધિકમાસ કહેવાય છે. અશ્વિન (આસો) અને કાર્તિક (કારતક) અધિક થયા, તો તેને તે પ્રમાણે કહેવાતા નથી. જે વર્ષે આશ્વિન (આસો) અધિક હોય છે, તે વર્ષે પૌષ ક્ષયમાસ હોય છે. એવે સમયે બે પ્રહો પર્યંત માર્ગશીર્ષ (માગશર) અને બે પ્રહરો પછી પૌષ માનીને બંને માસોના ધર્મકૃત્યો એક જ મહિનામાં કરવામાં આવે છે. આ જોડકા- માસને ‘સંસર્પ’ એવું કહેવાય છે. કાર્તિક આગળના ચાર મહિને ‘અધિકમાસ’ થતો નથી અને આશ્વિન પહેલા ‘ક્ષયમાસ’ થતો નથી.

ચંદ્ર અને સૌર એવા બંનેય માસોના પ્રચાર ભારત દેશમાં વેદિક કાળથી છે. ‘દ્વાદશમાસા: સંવત્સર :” એટલે કે ૧૨ માસનું એક વર્ષ એ કાલગણના વેૈદિક કાલગણના જેટલી જ પ્રાચીન છે, પણ સૌર વર્ષના દિવસો સુમારે ૩૬૫ (ત્રણસો પાંસઠ) થતા ચાંદ્રમાસના દિવસો ૩૫૪ (ત્રણસો ચોપ્પન) જ થાય છે. તેને લીધે ૧૨ ચાંદ્રમાસ એટલે ૧ વર્ષ એમ માન્યું. તો હળુહળુ પ્રત્યેક માસ પાછળ પડવામાં ભ્રમણ કરશે. બીજું પરિણામ એવું થશે કે ૩૩ વર્ષમાં ચાંદ્રવર્ષની સંખ્યા એક વર્ષની વધશે. જો આમ થવા દેવું ના હોય તો ૩૨ કે ૩૩ ચાંદ્રમાસ પછી એક ચાંદ્રમાસ ‘અધિક’ ધરવો જોઈએ. ભારતીય જ્યોતિર્વિદોએ આ ઉપાય અવલંબીને ચાંદ્ર અને સૌર આ બંનેય વર્ષોના મેળ કાઢયો.

સંહિતા અને બ્રાહ્મણ ‘યજ્ઞા’ અને ‘સંવત્સર’ એ પર્યાયવાચક શબ્દો હોવાનું દેખાડનારા અનેક વચનો છે. ‘યજ્ઞા’ એ ૧૨ ચાંદ્રમાસમાં પૂર્ણ થાય છે, પરંતુ નવીન યજ્ઞાની શરૂઆત સંવત્સરના આરંભે થવી હોવાને લીધે યજ્ઞાદેવતા ‘પ્રજાપતિ’એ વધેલા ૧૨ દિવસ નવાવર્ષના યજ્ઞાની તૈયારી કરવામાં ગાળે છે. એવું ‘અથર્વવેદ’ (૪/૧૧/૧૧) માં કહ્યું છે. ‘ઋગ્વેદ’ (૧/૨૫/૮) માં વેદાય ઉપજાયતે એવું જે કહ્યું છે તેનો અર્થ ‘અધિકમાસ’ એવો કરવો જોઈએ, એમ વેદપંડિતો જણાવે છે. આવી રીતે આ ‘અધિકમાસ’ કે ‘પુરુષોત્તમમાસ’નું પ્રમાણ વેદોમાં જોવા મળે છે.