ધાર્મિકઃ સુહાગન મહિલાઓ માટે કડવા ચોથ વ્રતની વિધિ અને કથા જાણો

અટલ સમાચાર, ડેસ્ક આ વ્રત દર વર્ષે આવે છે, પરંતુ યોગ્ય વિધિથી ન કરતા તેનું ફળ પ્રાપ્ત નથી થતું. સુહાગન મહિલાઓ માટે આ દિવસ ખૂબ જ મહત્વનું છે, કારણ કે તેઓ આ વ્રત પતિનાં લાંબા આયુષ્ય અને ઘરનાં કલ્યાણ માટે રાખે છે. કરવા ચોથનું વ્રત આશો માસની શુક્લ પક્ષની ચતુર્થી (હિન્દી કૅલેંડર મુજબ કારતક માસની
 
ધાર્મિકઃ સુહાગન મહિલાઓ માટે કડવા ચોથ વ્રતની વિધિ અને કથા જાણો

અટલ સમાચાર, ડેસ્ક

આ વ્રત દર વર્ષે આવે છે, પરંતુ યોગ્ય વિધિથી ન કરતા તેનું ફળ પ્રાપ્ત નથી થતું. સુહાગન મહિલાઓ માટે આ દિવસ ખૂબ જ મહત્વનું છે, કારણ કે તેઓ આ વ્રત પતિનાં લાંબા આયુષ્ય અને ઘરનાં કલ્યાણ માટે રાખે છે. કરવા ચોથનું વ્રત આશો માસની શુક્લ પક્ષની ચતુર્થી (હિન્દી કૅલેંડર મુજબ કારતક માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશી)એ ઉજવવામાં આવે છે.

આ વ્રત માત્ર પરિણીત મહિલાઓ માટે જ હોય છે. સામાન્ય રીતે મહિલાઓ પોતાનાં માતા કે પછી પોતાના સાસુ પાસેથી કરવા ચોથની વિધિ શીખે છે, પરંતુ જો આપ પોતાના ઘરથી દૂર રહો છો અને આ વ્રત કરવામાંગતા હોવ, તો તેની વિધિ જાણવી જરૂરી છે. આવો જાણીએ શું છે કરવા ચોથના વ્રતની યોગ્ય વિધિ ?

1. સૂર્યોદય પહેલા સ્નાન કરી વ્રત રાખવાનો સંકલ્પ લો અને સાસુ દ્વારા મોકલાયેલી સરગી ખાવો. સરગીમાં મિઠાઈ, ફળ, સિમૈયા, પૂરી અને સાજ-શણગારનો સામાન આપવામાં આવે છે. સરગીમાં ડુંગળી તેમજ લસણથી બનેલું ભોજન ન ખાવો.
સરગી કર્યા બાદ કરવા ચોથનું નિર્જળ વ્રત શરૂ થઈ જાય છે. માતા પાર્વતી, મહાદેવ શિવ અને ગણેશજીનું ધ્યાન આખો દિવસ મનમાં કરતા રહો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

3. દિવાળ પર ગેરૂથી ફલક બનાવી દળેલા ચોખાનાં ઘોળ વડે કરવા ચિત્રિત કરો. આ ચિત્રિત કરવાની કળાને કરવા ધરવું કહેવાય છે કે જે બહુ જૂની પરંપરા છે.
4. આઠ પૂરીઓની અઠાવલી બનાવો. હલવો બનાવો. પાકા પકવાન બનાવો.
5. પછી પીળી માટીમાંથી માતા ગૌરી અને ગણેશજીના સ્વરૂપબનાવો. માતા ગૌરીના ખોળામાં ગણએશજીનું સ્વરૂપ બેસાડો. આ સ્વરૂપો સાંધ્યકાળે પૂજા કરવામાં કામ આવે છે.
6. માતા ગૌરીને લાકડીનાં સિંહાસને વિરાજો અને તેમને લાલ રંગની ચુંદડી પહેરાવી અન્ય સુહાગ, શ્રૃંગાર સામગ્રી અર્પિત કરો. પછી તેમની સામે જળથી ભરેલું કળશ મૂકો.
7. વાયન (ભેંટ) આપવા માટે માટીનું ટોંટીદાર કરવા લો. ઘઉં અને ઢાંકણમાં ખાંડનો બૂરો ભરીદો. તેની ઉપર દક્ષિણા મૂકો. રોલી વડે કરવા પર સ્વસ્તિક બનાવો.
ગૌરી-ગણેશનાં સ્વરૂપોની પૂજા કરો. આ મંત્રનો જાપ કરો – ‘નમઃ શિવાયૈ શર્વાણ્યૈ સૌભાગ્યં સંતતિ શુભામ્ । પ્રયચ્છ ભક્તિયુક્તાનાં નારીણાં હરવલ્લભે ।।’ મોટાભાગની મહિલાઓ પોતાનાં પરિવારમાં પ્રચલિત પ્રથા મુજબ જ પૂજા કરે છે. દરેક વિસ્તાર મુજબ પૂજા કરવાનું વિધાન અને કથા જુદા-જુદા હોય છે. તેથી કથામાં ઘણો બધો અંતર જોવા મળે છે.
હવે કરવા ચોથની વાર્તા કહેવી કે પછી સાંભળવી જોઇએ. કથા સાંભળ્યા બાદ આપે પોતાનાં ઘરનાં તમામ વડીલોને પગે લાગવું જોઇએ.
રાત્રિનાં સમયે ગળણીનાં પ્રયોગ વડે ચંદ્ર દર્શન કરો. તેને અર્ઘ્ય પ્રદાન કરો. પછી પતિના ચરણ સ્પર્શ કરતા તેમના આશીર્વાદ લો. પછી પતિ દેવને પ્રસાદી આપી ભોજન કરાવો અને બાદમાં પોતે પણ કરો.