ધાર્મિકઃ શ્રાવણ માસમાં જાણો ભગવાન શિવજી અને નંદીની કથાનું વર્ણન

અટલ સમાચાર, ડેસ્ક શ્રાવણ માસમાં ભગવાન શિવજીના જીવન સાથે જોડાયેલી કથાનું વાચન કરવાથી પણ લાભ થાય છે. શિવપુરાણમાં શિવજીના જીવન પર આધારિત અનેક કથાઓ લખેલી છે જે આજના યુગમાં પણ આપણને પ્રેરણા આપે છે. તમામ શિવાલયોમાં તમને શિવજીના મંદિરની બહાર નંદીની મૂર્તિ જોઇ હશે. પણ શું તમને આની કથા ખબર છે. શિવજી અને નંદીની આ
 
ધાર્મિકઃ શ્રાવણ માસમાં જાણો ભગવાન શિવજી અને નંદીની કથાનું વર્ણન

અટલ સમાચાર, ડેસ્ક

શ્રાવણ માસમાં ભગવાન શિવજીના જીવન સાથે જોડાયેલી કથાનું વાચન કરવાથી પણ લાભ થાય છે. શિવપુરાણમાં શિવજીના જીવન પર આધારિત અનેક કથાઓ લખેલી છે જે આજના યુગમાં પણ આપણને પ્રેરણા આપે છે. તમામ શિવાલયોમાં તમને શિવજીના મંદિરની બહાર નંદીની મૂર્તિ જોઇ હશે. પણ શું તમને આની કથા ખબર છે. શિવજી અને નંદીની આ કથા આ પવિત્ર શ્રાવણ માસમાં જાણો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

એક વાર ભગવાન શિવ હિમાલય પર ધ્યાન કરી રહ્યા હતા. ત્યારે તેમનું જોયું કે કેટલાક લોકો ત્યાં આવી રહ્યા છે. જેથી તેમણે નંદીની બોલાવી કહ્યું કે આ લોકોનો કહે કે અહીં આવવા પર પ્રતિબંધ છે તે અહીંથી જતા રહે. નંદી શિવજીની આ વાતને ગંભીરતાથી લીધી અને અંદર પ્રવેશી રહેલા લોકો યુદ્ધ કરવા લાગ્યા. અને તેમને મારીને ડરાવીને ત્યાંથી ભગાડી મૂક્યા છે. તે પછી નંદીને લાગ્યું કે ભગવાન તો મારા બહુ વખાણ કરશે. તે ખુશ થતા થતા શિવજી પાસે ગયા. પણ તેનાથી ઉલ્ટું શિવજી નંદી પર ક્રોધિત થઇ ગયા. અને કહ્યું કે મેં તને ખાલી તેમને અહીં ન આવવા કહ્યું હતું. તેમાં તે લોકો જોડે યુદ્ધ કરવાની શું જરૂર હતી. તે કેમ મારી આજ્ઞાનું યોગ્ય રીતે પાલન ન કર્યું.

અને આમ કહીંને સજાના ભાગ રૂપે શિવે કહ્યું હવે તું મારા ઘરમાં પ્રવેશી નહીં શકે તારે બહાર જ ઊભા રહીને મારી રક્ષા કરવી પડશે. આ કારણે તે પછી હંમેશા ભગવાન શિવના મંદિરના નંદીનો પ્રવેશ નથી થતો. પણ તેને બહાર જ મંદિર આંગણામાં મૂકવામાં આવે છે. અને હંમેશા શિવજીના મંદિર અને તેમના નંદીની વચ્ચે અંતર રખાય છે. ઉલ્લેખનીય છે કે નંદી શિવજીનું પ્રિય વહાન છે. અને શિવજી હંમેશા ભ્રમણ માટે નંદીની સવારી કરે છે. શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે શ્રાવણ મહિનામાં શિવપુરાણ અને શિવજીના જીવનને આધારિત કથાનું વાચન કરવું જોઇએ.