ધાર્મિકઃ મકરસંક્રાતિના દિવસે આ 10 કામોને અશુભ માનવામાં આવે છે, જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક સૂર્યનુ કોઈ રાશિ વિશેષ પર ભ્રમણ કરવુ સંક્રાતિ કહેવાય છે. સૂર્ય જયારે મકર રાશિમાં જાય છે ત્યાર મકર સંક્રાતિ થાય છે. આ સમય સૂર્ય ઉત્તરાયન થાય છે. તેથી આ સમયે કરવામાં આવેલ જાપ અને દાનનુ ફળ અનંતગણુ હોય છે. આ વખતે મકર સંક્રાતિ 15 તારીખના રોજ ઉજવાશે. સૂર્ય અને શનિનો સંબંધ આ
 
ધાર્મિકઃ મકરસંક્રાતિના દિવસે આ 10 કામોને અશુભ માનવામાં આવે છે, જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક

સૂર્યનુ કોઈ રાશિ વિશેષ પર ભ્રમણ કરવુ સંક્રાતિ કહેવાય છે. સૂર્ય જયારે મકર રાશિમાં જાય છે ત્યાર મકર સંક્રાતિ થાય છે. આ સમય સૂર્ય ઉત્તરાયન થાય છે. તેથી આ સમયે કરવામાં આવેલ જાપ અને દાનનુ ફળ અનંતગણુ હોય છે. આ વખતે મકર સંક્રાતિ 15 તારીખના રોજ ઉજવાશે. સૂર્ય અને શનિનો સંબંધ આ પર્વ સાથે હોવાને કારણે અ ખૂબ મહત્વપૂર્ણ છે. એવુ કહેવાય છે કે આ તહેવાર પર સૂર્ય પોતાના પુત્ર શનિને મળવા જાય છે સામાન્ય રીતે શુક્રનો ઉદય પણ લગભગ આ સમયે થય છે. તેથી અહીથી શુભ કાર્યોની શરૂઆત થાય છે. મકર સંક્રાંતિમાં કેટલાક કાર્યોને કરવા શુભ માનવામાં આવે છે તો બીજી બાજુ કેટલાક કાર્યો વર્જિત માનવામાં આવે છે. આવો જાણીએ આ દિવસે ક્યા 10 કામ છે જે ન કરવા જોઈએ.
1. કેટલાક લોકો સવારે ઉઠતા જ ચા અને સ્નેક્સ ખાવા શરૂ કરી દે છે પણ શુભ દિવસે આવુ ન કરો. આ દિવસે સ્નાન કર્યા વગર ભોજનનુ સેવન ન કરવુ જોઈએ. માન્યતા છે કે આ દિવસે ગંગા કે કોઈ નદીમાં જઈને સ્નાન કરવુ જોઈએ. તેથી ગંગા કે પવિત્ર નદી નહી તો કમસે કમ ઘર પર યોગ્ય સમયે સ્નાન જરૂર કરવુ જોઈએ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

2.આ દિવસે મહિલાઓએ વાળ ન ધોવા જોઈએ. મકર સંક્રાતિ પુણ્ય કાળ છે જેમા વાળ ધોવા વર્જિત છે.
3. મકર સંક્રાતિના દિવસે ઘરની અંદર કે બહાર કોઈપણ પ્રકારના ઝાડ કે છોડનુ કટિંગ કે સફાઈ ન કરવી.
4.મકર સંક્રાતિના દિવસે તમે કોઈપણ પ્રકારન નશો ન કરો. દારૂ સિગરેટ ગુટકા વગેરે જેવા સેવનથી તમારે બચવુ જોઈએ. આ દિવસે મસાલેદાર ભોજન પણ ન કરવુ. આ દિવસે તલ મગ દાળની ખિચડી વગેરેનુ સેવન કરવુ જોઈએ. અને આ બધી વસ્તુઓનું
યથાશક્તિ દાન કરવુ જોઈએ.
5. જો સૂર્ય દેવની કૃપા મેળવવા માંગો છો તો સંધ્યાકાળમાં અન્નનુ સેવન ન કરો.
6. મકર સંક્રતિના દિવસે ગાય કે ભેંસનુ દૂધ ન દોહવુ જોઈએ. કારણ કે આ દિવસે ગાયને ધાન ખવડાવવનો શુભ દિવસ હોય છે.
7.મકર સંક્રાતિના દિવસે જો કોઈપણ તમારા ઘરે ભિખારી સાધુ કે વડીલ આવે તો તેને ખાલી હાથે ન જવા દો. જે તમારુ સામર્થ્ય મુજબ કશુ ને કશુ દાન જરૂર કરો.
8. આ દિવસે ભૂલથી પણ લસણ ડુંગળી અને માંસનુ સેવન ન કરવુ જોઈએ.
9.આ પ્રકૃતિનો તહેવાર છે અને હરિયાળીનો ઉત્સવ તેથી આ દિવસે પાક કાપવાનુ કામ ટાળી દેવુ જોઈએ.
10. મકર સંક્રાતિના દિવસે તમારી વાણી પર સંયમ રાખો અને ગુસ્સો ન કરો. કોઈને ખરાબ ન બોલો અને બધા સાથે મધુરતાનો વ્યવ્હાર કરો.